એસસી/એસટી એક્ટ : સુપ્રિમનો સ્ટે આપવા ઈન્કાર,જૂનો આદેશ યથાવત્‌

0
212

ન્યુ દિલ્હી,
તા.૩/૪/૨૦૧૮

અમે કાયદાની વિરુદ્ધ નથી પરંતુ નિર્દોષોને સજા ન મળવી જાઈએ : સુપ્રિમ કોર્ટ

આગામી સુનાવણી ૧૦ દિવસ બાદ હાથ ધરાશે,હિંસા પર ઉતરી આવેલા લોકોએ સુપ્રીમનો ચૂકાદો બરોબર વાંચ્યો નથી,એટ્રોસિટી એક્ટમાં કોઇ છેડછાડ કરવામાં આવી નથી : સુપ્રિમ

SC/ST‌ એક્ટ સાથે સંબંધીત નિર્ણયની પુનર્વિચાર અરજી પર કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય પર સ્ટે આપવાનો ઈનકાર કરી દીધો છે. દેશની વડી અદાલતે તમામ પક્ષોને આ મામલે આગામી ત્રણ દિવસની અંદર પોતાનો જવાબ આપવા આદેશ કર્યો છે. સાથે જ આ મામલે આગામી સુનાવણી ૧૦ દિવસ બાદ હાથ ધરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે આ મામલે ઓપન અદાલતમાં સુનાવણી હાથ ધરતા કહ્યું હતું કે, એસસી-એસટી એક્ટના પ્રોવિઝન સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટની બે જજાની બેંચે કહ્યું હતું કે, તે એક્ટની વિરૂદ્ધ નથી, પરંતુ નિર્દોષોને સજા ન મળવી જાઈએ.

એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટે તાજેતરમાં લીધેલા નિર્ણયના સંદર્ભમાં કેન્દ્ર સરકારની પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટની ઓપન કોર્ટમાં સુનાવણી ચાલી હતી. એટર્ની જનરલની અરજી પર સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી.

સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે, જે લોકો રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યાં છે તેમણે અમારૂ જજમેન્ટ વાંચ્યુ પણ નથી. અમને એ નિર્દોષ લોકોની ચિંતા છે જે જેલોમાં બંધ છે.

દલિત આંદોલનો અને વિરોધ પક્ષના આક્રમક વલણના કારણે બેકફૂટ પર નજરે પડી રહેલી કેન્દ્ર સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સ્ટેની માંગણી કરે તેવી શક્યતા છે. દલિત આંદોલન દરમિયાન થયેલી હિંસાને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટ આખરે આ મામલે તત્કાળ સુનાવણી હાથ ધરવા માટે રાજી થઈ ગઈ હતી.

આજે એસસી-એસટી સંબંધિત સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરૂદ્ધ કેન્દ્રની રિવ્યુ પિટિશન પર ઓપન કોર્ટમાં સુનાવણી હાથ ધરવા અદાલતે સહમતી દાખવી હતી. એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે આજે બે વાગ્યે એસસી-એસટી મામલે પુનર્વિચાર અરજી પર તત્કાળ સુનાવણી હાથ ધરવાની અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટની પીઠે એટોર્ની જનરલને કહ્યું હતું કે, તે ચીફ જસ્ટસને આ મામલે પીઠની રચના કરવા કહે જેણે એસસી/એસટી એક્ટ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. ચીફ જસ્ટસે કેન્દ્રની પુનર્વિચાર અરજી પર સુનાવણી માટે તે જ પીઠની રચના કરવાની સહમતી દાખવી હતી. એજી (એટોર્ની જનરલ)એ ભારત બંધ દરમિયાન થયેલી હિંસાથી થયેલા જાન-માલના નુંકશાનનો હવાલો આપતા પુનર્વિચાર અરજી પર તત્કાળ સુનાવણીનો અનુરોધ કર્યો હતો.

એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ૨ એપ્રિલના રોજ દલિત સંગઠનોએ આપેલા ભારત બંધમાં વ્યાપક હિંસા થઈ હતી. દેશમાં જુદી જુદી ઠેકાણે ૧૨ લોકોના મોત નિપજ્યાં હતાં. જ્યારે અનેક લોકો ઘાયલ થયાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY