અમદાવાદ,
તા.૮/૫/૨૦૧૮
પરિણામ સવારે ૯ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ની પરિક્ષાનાં પરિણામોની તારીખ જાહેર કરવામાં આવી છે. જેની વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ રાહ જાઇ રહ્યા તે પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. મહત્વના બે ધોરણ ૧૦ અને ૧૨ની પરિક્ષાનું પરિણામ ૧૦મેના રોજ જાહેર કરવામાં આવશે, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૦ મેના રોજ જાહેર કરવામાં આવશે. જ્યારે ગુજકેટની પરિક્ષાનું પરિણામ પણ ૧૦ મેના રોજ જાહેર કરવામાં આવશે.
મહત્વનું છે કે, સવારે ૧૧ કલાકથી ૪.૦૦ વાગ્યા સુધી સ્કૂલો દ્વારા માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. ઓનલાઇન પરિણામ આપ સવારે ૯.૦૦ કલાકે જાઇ શકશો. વેબસાઇટ પરથી આપ સવારથી જ પરિણામ જાઇ શકશો.સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, ધોરણ ૧૦નું પરિણામ પણ મે મહિનામાં જ જાહેર કરવામાં આવશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. જ્યારે ઘોરણ ૧૦નું પરિણામ ૨૮થી ૩૧ તારીખની વચ્ચે જાહેર કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, બોર્ડ ધોરણ ૧૨ના પરિણામ બાદ વિદ્યાર્થીઓ પોતાની નવા લક્ષ્યને પામવા ક્યા ક્ષેત્રમાં પ્રવેશવું તેની પસંદગી કરતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ અને તેના પરિવારના લોકો પણ પોતાના બાળકનું સારું પરિણામ આવે તેવી આશા રાખતા હોય છે. જ્યારે ૧૦માં ધોરણના પરિણામ બાદ વિદ્યાર્થીઓ સામાન્ય અને વિજ્ઞાન અને વિવિધ ક્ષેત્રોમાં પ્રવેશવાની પસંદગી કરતા હોય છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"