મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા પર પોલીસે સકંજા કસ્યો, ચુસ્ત વાહન ચેકિંગ

0
6

સેલવાસ,તા.૨૯
એક તરફ દેશ આખો ૩૧ની તૈયારીમાં લાગ્યો છે તો બીજી તરફ લોકો ૩૧ની રજામાં પર્યટન સ્થળો પર પીકનીકનું આયોજન કરી રહ્યા છે, પરંતુ ગુજરાત રાજ્યનાં છેવાડે આવેલ સંઘ પ્રદેશ સેલવાસ દમણની તૈયારી કરતા લોકોને એક વાર ચેતી જવાની જરૂર છે. દમણ સેલવાસથી જા દારૂ પી અને દારૂ લઈને નીકળ્યા તો ગુજરાત પોલીસ જેલનાં સળિયા ગણતા કરી દેશે.
૩૧જંને જાતા ગુજરાત પોલીસ સખત થઈ ગઈ છે અને ગુજરાતનાં છેવાડે આવેલા વલસાડ જિલ્લાની તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. દમણને સેલવાસ અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા પર ગુજરાત પોલીસે સકંજા કસ્યો છે, અને છેલ્લા બે દિવસથી તમામ બોર્ડર શીલ કરી વાહન ચેકીંગ ચુસ્ત બનાવી દીધું છે. દમણ સેલવાસને મહારાષ્ટ્રથી નીકળતા અને ગુજરાતમાં પ્રવેશતા વાહનોનાં ચેકીંગ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી પર કડક વલણ પોલીસ અપનાવી રહી છે.
પોલીસે દારૂની તસ્કરી તેમજ દારૂ પીને વાહન ચલાવનારાઓ પર લાલ આંખ કરી છે, ત્યારે ૩૧જં આવી રહી છે તેને લઈ પોલીસે ચેકીંગ ચુસ્ત બનાવી દીધું છે અને આ જાઈ દારૂ પીતા લોકોમાં પણ ગભરાટ વધ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY