સોલ,તા.૨૩
સેમસંગ ઇલેક્ટ્રોનિક્સે શુક્રવારે તે કર્મચારીઓની માફી માગી હતી, જેને સેમિકન્ડક્ટર ફેક્ટરીમાં કામ કરવાથી કેન્સર થયું હતું. ઘણા વર્ષોથી ચાલી રહેલો આ વિવાદ આખરે સમાપ્ત થયો છે. કંપનીના કો-પ્રેસિડન્ટ કિ-નમે જણાવ્યું કે, ‘અમે તે કર્મચારીઓ અને તેમના પરિવારજનોથી માફી માંગીએ છીએ, જેમને કેન્સર થયું હતું. અમે અમારી સેમીકંડક્ટર અને ન્ઝ્રડ્ઢ ફેક્ટરીઓમાં આરોગ્ય સાથેના જાખમને યોગ્ય રીતે સાચવવામાં નિષ્ફળ રહ્યા છીએ’
અભિયાન સમુહોના જણાવ્યા અનુસાર, સેમસંગની ફેક્ટરીમાં કામ કરતાં આશરે ૨૪૦ લોકો કામ કરવાની પરિસ્થિતિનાં કારણે બીમાર થયા હતા. તેમાંથી લગભગ ૮૦ કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા. બીમાર કર્મચારીઓ અને તેમના પક્ષમાં અભિયાન ચલાવી રહેલાં સમૂહોએ સેમસંગ સામે લાંબી કાનૂની લડાઇ લડી છે. કેટલાક દાવેદારોતો વર્ષ૧૯૮૪માં બીમાર થયા હતા. આ મહિને સેમસેંગે કરાર હેઠળ દરેક ભોગ બનેલા કર્મચારી માટે ૧.૩૩ લાખ ડાલર (આશરે રૂ. ૯૫ લાખ) વળતર ચૂકવવાનું નક્કી કર્યું છે.
આ વિવાદ સૌ પ્રથમ વર્ષ ૨૦૦૭માં સામે આવ્યો હતો જ્યારે સોલના દક્ષિણમાં સ્થિત સુવોનમાં સેમસંગની સેમિકન્ડક્ટર અને ડિસ્પેલ ફેક્ટરીઓના કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે કામ દરમિયાન તેમને ઘણા પ્રકારના કેન્સર થયા હતા જેથી ઘણા કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા. જાકે ઘણા લોકોએ સેમસંગની માફીને અપર્યાપ્ત ગણાવી છે. પોતાની પુત્રી ગુમાવનાર હવાંગ સૈંગ-ગીને જણાવ્યું કે અમે આ માફી સ્વીકારીશું નહીં.
સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ દુનિયાની સૌથી મોટી મોબાઇલ ફોન અને ચિપ ઉત્પાદક કંપની છે. આ સેમસંગ ગૃપની ફ્લેગશિપ સબ્સિડરી છે. દક્ષિણ કોરિયાના અર્થતંત્રમાં સેમસંગનું પ્રભુત્વ જગજાહેર છે. દક્ષિણ કોરિયાની અર્થવ્યવસ્થા વિશ્વની ૧૧મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તેમાં સેમસંગની પ્રમુખ ભૂમિકા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





