નવીદિલ્હી,
ટીસીએસ હવે વિશ્વની ૧૦૦ મોસ્ટ વેલ્યુડ કંપનીઓમાં સામેલ થઇ ગઇ છે. હાલમાં તે ૯૭માં ક્રમાંકે છે. સૌથી વધારે માર્કેટ મૂડીમાં જાવામાં આવે તો એપલ ૮૭૭ અબજ ડોલરની માર્કેટ મૂડી ધરાવે છે. ત્યારબાદ આલ્ફાબેટ, એમેઝોન, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ રહેલી છે. ટીસીએસ ભારતમાં તાતા ગ્રુપની ફ્લેગશીપ કંપની પૈકીની એક કંપની છે. ભારતના સૌથી મોટી ખાનગી સેક્ટરની કંપની પણ બની ચુકી છે. આ કંપનીમાં ચાર લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ૪૬ દેશોમાં તેનો ફેલાવો છે. આ કંપનીમાં ૩૫.૩ ટકા મહિલા કર્મચારીઓ કામ કરી રહી છે. તેના વર્કફોર્સમાં ખુબ જ પ્રસંશનીય ઝેન્ડર રેસિયોની સ્થિતિ આ કંપની ધરાવે છે. કંપનીના સીઈઓ રાજેશ ગોપીનાથનને એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, ટીસીએસે એક પછી એક વિશ્વસનીય પગલા લઇને આ સિદ્ધિ હાસલ કરી છે. ૧૯૬૯માં સ્થાપિત કરવામાં આવેલી ટીસીએસ તેના ગોલ્ડન જ્યુબિલી યરની ઉજવણી કરી રહી છે. ટીસીએસમાં હજુ સુધી માત્ર ચાર જ સીઈઓ આવ્યા છે જેમાં ૧૯૬૯થી લઇને ૧૯૯૬ સુધી પ્રથમ સીઈઓ એફસી કોહલી રહ્યા હતા. તાતા સન્સના ડિવિઝન તરીકે તેની શરૂઆત કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





