ન્યુ દિલ્હી,તા.૧૬
કેન્દ્ર સરકાર અને RBIવચ્ચેની કથિત ખેંચતાણને લઈને ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજે RBIના ગવર્નર ઉર્જિત પટેલની તરફદારી કરી છે. રાહુલ બજાજે આરબીઆઈની સ્વાયતત્તાની સુરક્ષા માટે ઉર્જિત પટેલના વખાણ કર્યા છે. રાહુલ બજાજે કહ્યું છે કે સરકારે કલમ-સાતનો ઉપયોગ કરીને રિઝર્વ બેંક પર પોતાના ચુકાદાને થોપવો જાઈએ નહીં. ભારતીય રિઝર્વ બેંક અધિનિયમની કલમ-સાતનો કિયારેય ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમણે આશા વ્યક્ત કરી છે કે ૧૯મી નવેમ્બરે રિઝર્વ બેંકના નિદેશક મંડળની આગામી બેઠકમાં સરકાર અને નિયામક કેટલાક મામલામાં સંમતિ બનાવી લેશે.
બજાજે સ્પષ્ટપણે કહ્યું કે જા સરકાર કલમ-સાતનો ઉપયોગ કરશે. તો ઉર્જિત પટેલ પાસે રાજીનામું આપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં હોય. રાહુલ બજાજે કહ્યું છે કે જા સરકાર પોતાના વલણ પર અડગ રહેશે તો મામલો વણસી શકે છે. જા RBI અથવા ઉર્જિત પટેલ પોતાના વલણને વળગેલા રહે અને સરકાર કલમ-સાતને લાગુ કરશે. તો તેમના માનવા મુજબ ઉર્જિત પટેલને રાજીનામું આપવું પડે તેવી શકીયતા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





