સેંસેક્સ વધુ ૨૬૭ પોઇન્ટ ઉછળી ૩૫૬૪૫ની ઉંચી સપાટીએ રહ્યો

0
118

મુંબઇ,તા. ૪
શેરબજારમાં આજે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૬૭ પોઇન્ટ ઉછળીને ૩૫૬૪૫ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૭૦ પોઇન્ટ ઉછળીને ૧૦૭૭૦ની સપાટીએ રહ્યો હતો. બીએસઈ સેંસેકસમાં ઉછાળો રહેવા માટે કેટલાક કારણો જવાબદાર રહ્યા હતા. બજાજ ઓટો, હિન્દુસ્તાન યુનિલીવર, રિલાયન્સ, એચડીએફસી, એચડીએફસી બેંકના શેરમાં ૧.૫ ટકાથી ૪.૪ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૧.૨૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. બજાજ ઓટો, ટીવીએસ મોટો, મારુતિ સુઝુકીના શેરમાં ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૦.૮ ટકાનો ઉછાળો રહ્યો હતો. ડોક્ટર રેડ્ડી અને કેડિલા હેલ્થકેરના શેરમાં ૧.૫ ટકાથી ૪.૪ ટકા વચ્ચેનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં સૌથી જોરદાર તેજી રહી હતી. બીજી બાજુ એશિયન શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. તેલ કિંમતોમાં ફરી એકવાર ઉછાળો નોંધાયો છે. બ્રેન્ટ ક્રુડની કિંમત ૨૮ સેન્ટ વધીને બેરલદીઠ ૭૮.૦૪ ડોલર રહી હતી. સરકારે તમામ ચીજો માટે એમએસપીમાં વધારો કરતા તેની અસર પણ જાવા મળી હતી. ખેડૂતોને ૫૦ ટકા વધુ રેટ ઉત્પાદન કરતા વધુ આપવાની દિશામાં સરકારે વચન પાળ્યું છે. આજે દિવસ દરમિયાન પ્રવાહી સ્થિતી રહેવાની શક્યતા છે.માઇક્રો મોરચા ઉપર ભારતની મેન્યુફેક્ચરિંગ સ્થિતિમાં જૂન મહિનામાં સુધારો થયો છે. ડિસેમ્બર ૨૦૧૭ બાદ સૌથી મજબૂત સુધારો થયો છે. હજુ સુધી વર્ષ ૨૦૧૮માં નવા ઓર્ડર અને ઉત્પાદનમાં વધારાની અસર જોવા મળી રહી છે. બજાર માટે ઉપયોગી ગણાતા નિક્કી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ મે મહિનામાં ૫૧.૨થી વધીને જૂન મહિનામાં ૫૩.૧ થઇ ગયો છે. ભારતના મેન્યુફેક્ચરિંગ અર્થતંત્રમાં સ્થિતિ સૌથી ઝડપથી સુધરી છે. સતત ૧૧માં મહિનામાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈનો આંકડો ૫૦ પોઇન્ટથી ઉપર રહ્યો છે. દલાલસ્ટ્રીટમાં હવે જે પરિબળો નજરે પડનાર છે તેમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ, ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડ ઓઇલની કિંમતો, માઇક્રો ડેટા, ઓટોના શેર, હાલમાં જ સરકારી કંપની દ્વારા જારી કરવામાં આવેલા આઈપીઓ, યુએસ જોબ ડેટા જેવા પરિબલોની અસર થશે. તાજેતરમાં ચીને ૬૫૯ યુએસ પ્રોડક્ટ ઉપર ૨૫ ટકા ટેરિફ લાગૂ કરવાની તૈયારી કરી લીધી છે. ડોલર સામે રૂપિયાની ચાલ ઉપર પણ નજર રહેશે. ઓઇલ કિંમતો હાલમાં ફરી એકવાર વધી છે. ગઇકાલે મંગળવારના દિવસે બીએસઈ સેંસેક્સ કારોબારના અંતે ૧૧૪ પોઇન્ટ ઉછળીને ૩૫૩૭૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૪૩ પોઇન્ટ ઉછળીને ૧૦૭૦૦ની સપાટીએ રહ્યો હતો.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY