‘નમો એપ’એ ભાજપના ૯૦ ટકા સાંસદોની પોલ ખોલી

0
44

ડઝનબંધ કેન્દ્રીય મંત્રીઓ,જ્યારે સૌથી વધુ સાંસદો ઉત્તરપ્રદેશના
ન્યુ દિલ્હી,તા.૨૨
નરેન્દ્ર મોદી એપ (નમો એપ)એ ભાજપના ૯૦ ટકા સાંસદોની પોલ ખોલી નાખી છે. તેમાં અમુક ક્ષેત્રની જનતા તેના કામકાજથી ખુશ નથી તો અમુક એવા છે જેનાથી કાર્યકર્તાઓ પણ નારાજ છે. તેમાં ડઝનબંધ કેન્દ્રીય મંત્રીઓ પણ છે જ્યારે સૌથી વધુ સાંસદો ઉત્તરપ્રદેશના છે.
લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ એક-એક સાંસદ અને દરેક લોકસભા ક્ષેત્રનો ફીડબેક એકત્ર કરી રહી છે જેના હેઠળ સરકારના ચાર વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએસરકારના કામકાજ પર નમો એપ પર સામાન્ય જનતા પાસેથી કામકાજ અંગેનો મત માગ્યો હતો. પક્ષે સંગઠન સ્તરે પણ એક સર્વે કરાવ્યો હતો તેમાં સંગઠન મંત્રીઓ અને સ્થાનિક પદાધિકારીઓના મત લેવાયા હતાં. આઈટી ટીમે પણ વિવિધ રીતે સંગઠન, કાર્યકતાર્‌ઓ અને જનતાની પ્રતિક્રિયા એકત્ર કરી હતી. તેમાં આ તમામ સાંસદોનું કામકાજ યોગ્ય જણાયું નહોતું.
આ વર્ષે જૂનમાં સુરજકુંડમાં મળેલી સંગઠન મંત્રીઓની બેઠકમાં લોકસભા સીટની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સંઘના સરકાર્યવાહ સુરેશભૈયાજી જાશી અને પક્ષપ્રમુખ અમિત શાહ પણ સામેલ થયા હતાં. બીજી બાજુ પક્ષના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે આ આકલનનો મતલબ એવો નથી કે કામ નહી કરનારા સાંસદોનું ટિકિટ કાપવામાં આવશે!

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY