ઓલપાડના ભાદોલી ગામના ખેતરમાં અડાજણના રહીશને મહિલાને ગાળો ભાંડી

0
17

હસમુખભાઈ પાવસીયા વિરુદ્ધ એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધાયા
સુરત, તા.૧૨
ઓલપાડ તાલુકાના ભાદોલી ગામ ખાતે આવેલા એક ખેતરમાં જમીન ખેડનાર એક મહિલાના ટ્રેક્ટરની ચાવી કાઢી ગાળો બોલી તથા જાતિ વિષયક અપમાનજક શબ્દો બોલી મહિલાને મારી નાખવાની ધમકી આપી એલ.પી. સવાણી રોડ અડાજણ ખાતે રહેતો એક ઈસમ ફરાર થઈ ગયો હોવાનો બનાવ કીમ પોલીસ મથકે નોંધાતા પોલીસે એટ્રોસિટી મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અોલપાડ તાલુકાના કારેલી ગામ ખાતે સેજલબેન જયેશભાઈ સુરતી રહે છે. અડાજણ ખાતે સેજલબેન જયેશભાઈ સુરતી રહે છે. અડાજણ એલ.પી. સવાણી રોડ વૈકુઠધામના બંગલા નંબર-૩૦૨માં રહેતા હસમુખભાઈ લવજીભાઈપાવસીયા ગતરોજ ઓલપાડ તાલુકાના ભાદોલી ગામની રેવન્યુ સર્વે નં. ૧૯૯માં પોતાની કાર લઈને ગયો હતો. જ્યાં તેમણે ખેતરમાં જમીનનું ખેડાણ કરી રહેલી સેજલબેન સુરતી નામની મહિલાના ટ્રેકટરની ચાવી કાઢી લીધીહતી. ટ્રેક્ટરની ચાવી પરત આપવાનું જણાવતા હસમુખભાઈએ સેજલબેનને ગાળો બોલી જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાન કરી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. સેજલબેન સુરતીએ કિમ પોલીસ મથક ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY