બે ત્રણ દિવસમાં બેઠકોની જાહેરાત થાય તેવી શક્યતા
ન્યુ દિલ્હી,તા.૨૬
ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) વચ્ચે બિહારમાં સીટોની વહેચણી પર સહમતિ બની ગઈ છે. બિહારમાં બીજેપી અને જેડીયુ સરખી સીટો પર ચૂંટણી લડશે. બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શુક્રવારે આ જાહેરાત કરી હતી.
બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે બિહારમાં લોકસભા ચૂંટણી માટે બધા સાથીઓ સાથે ચર્ચા ચાલી રહી હતી. નીતિશ કુમાર સાથે અમારી ચર્ચા થઈ છે. બિહારમાં જેડીયુ અને બીજેપી બરોબર સીટો પર ચૂંટણી લડશે. ૨૦૧૯ની ચૂંટણીમાં મોદીજીના નેતૃત્વમાં પ્રચંડ બહુમતી સાથે બીજેપીની સરકાર બનશે. બિહારમાં પણ દ્ગડ્ઢછ ગઠબંધન જીતશે. સહયોગીઓને પણ સન્માનજનક સીટો મળશે. ઉપેન્દ્ર કુશવાહા અને રામવિલાસ પાસવાન પણ અમારી સાથે રહેશે.
સીટ શેરિંગ ફોર્મ્યુલાને વર્ણવતા નીતિશકુમારે કહ્યું કે બિહારમાં બીજેપી-જેડીયુ સમાન બેઠકોમાં લડશે. છેલ્લા રાઉન્ડમાં બાકીની બેઠકો માટે વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે ૨-૩ દિવસમાં બેઠકોની જાહેરાત કરવામાં આવશે.
આ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર શુક્રવારે દિલ્હી પહોંચ્યા હતા. એમ્સમાં રુટીન ચેકઅપ પછી સીએમ નીતિશ સીધા ૭ લોક કલ્યાણ માર્ગ ગયા હતા. જ્યાં પ્રધાનમંત્રીનું નિવાસસ્થાન છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે લાંબી મુલાકાત કરી હતી.
બિહારમાં ૪૦ લોકસભા બેઠકો છે. ૨૦૧૪ માં, ભાજપના નેતૃત્વમાં એનડીએએ ૩૧ બેઠકો જીતી હતી. તે સમયે, નીતિશ કુમાર એનડીએથી અલગ હતા. બિહારમાં માત્ર ભાજપને ૨૨ બેઠકો મળી હતી. આથી સ્પષ્ટ છે કે ભાજપ આ વખતે આ બધી બેઠકો પર ઉમેદવાર બનાવવા સક્ષમ બનશે નહીં, જે છેલ્લા લોકસભા ચૂંટણીમાં પક્ષ દ્વારા જીતી લેવામાં આવી હતી. આવી સ્થિતિમાં, ભાજપમાં અસંતોષ અને બળવોનો ડર ચૂંટણી સમયે પણ નકારી શકાય નહીં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



