મુંબઈ,તા.૧૩
યશ રાજ જેવા પ્રતિસ્થા બેનરની આગામી ફિલ્મ ઠગ્સ આૅફ હિન્દુસ્તાનનું ટ્રેલર આ માસની ૨૭મીએ રજૂ થશે એવી માહિતી મળી હતી.
વિજય કૃષ્ણ આચાર્ય નિર્દેશિત આ ફિલ્મમાં પહેલીવાર મેગસ્ટાર અમિતાભ બચ્ચન અને આમિર ખાન સાથે ચમકી રહ્યા છે. તેમની સાથે ટોચની અભિનેત્રી કેટરિના કૈફ અને દંગલ ફેમ ફાતિમા સના શેખ પણ ચમકી રહ્યાં છે. આ ફિલ્મ દિવાળી પર રજૂ થવાની છે. અઢાર- ઓગણીસમી સદીમાં એક છેડે ગાંઠ મારેલા રેશમી રુમાલ દ્વારા પગપાળા કે ઘોડા-ઊંટ યા બળદગાડા દ્વારા જઇ રહેલા પ્રવાસીઓ કે વણઝારને લૂંટનારા ઠગો પોતાના શિકારના ગળામાં રૃમાલની ગાંઠ દ્વારા ફાંસો આપી દેતા હતા. એની આ કથા છે.
યશ રાજના એક પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ આદિત્ય ચોપરાએ ફિલ્મના પ્રમોશન માટે પણ એવી યોજના વિચારી છે કે દરેક નવું પોસ્ટર એક એક પાત્રનો પરિચય કરાવશે. આવા ફર્સ્ટ લૂક પોસ્ટર્સ ૧૭ મી સપ્ટેંબરથી આવવાના શરૃ થશે.
સૌથી પહેલાં અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક રજૂ થશે એવું પણ આ સૂત્રે જણાવ્યું હતું. તાજેતરમાં આમિર ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે મારી સામે અમિતજી આવે ત્યારે હું મારા સંવાદો બોલવાનું ભૂલી જતો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




