શિરડી સાંઇબાબા મંદિરના ટ્રસ્ટે મહારાષ્ટ્રની ચાર મેડિકલ કાલેજને દાનમાં આપ્યા ૭૧ કરોડ રૂપિયા

0
13

મુંબઈ,તા.૨૦
શિરડીના સાંઇબાબા મંદિર ટ્રસ્ટે મહારાષ્ટ્રની ૪ કોલેજાને ૭૧ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલી મહારાષ્ટ્ર સરકાર હસ્તગત આવતી મેડિકલ કાલેજાને આધુનિકીકરણ કરવા માટે ૭૧ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. જેથી હોસ્પિટલ ગ્રામીણ વિસ્તારમાં સારી સુવિધાઓ આપી શકે. ટ્રસ્ટના ચેરમેન અને ભાજપ નેતા સુરેશ હવારેએ જણાવ્યું કે ટ્રસ્ટે યવતમાલ, ચંદ્રપુર, ઔરંગાબાદ અને નાગપુરના મેડિકલ કાલેજાને અપગ્રેડ કરી શકાય તે માટે ફંડ આપ્યું છે.
ટ્રસ્ટના ચેરમેને જણાવ્યું, ‘અમે આધુનિક હેલ્થકેર ઉપલબ્ધ કરાવવાના વિષય પર મેડિકલ એજ્યુકેશન વિભાગના અધિકારીઓ સાથે ખાસ બેઠક કરી છે. તેમના નિવેદનના આધાર પર અમે સારી ડાયગ્નોસ્ટિક કેર માટે ફંડ આપ્યું છે.’સુરેશ હાવરે વધુમાં કહ્યુ યવતમાલ મેડિકલ કાલેજ માટે ૧૩ કરોડ, ઇન્દિરા ગાંધી મેડિકલ કાલેજ માટે ૩૫.૩ કરોડ, ઔરંગબાદ મેડિકલ કોલજે માટે ૧૫ કરોડ અને ચંદ્રપુર મેડિકલ કોલેજ ૭.૫ કરોડ ફંડ આપવાનું જાહેર કર્યું છે.
સાઇંબાબા મંદિર ટ્રસ્ટના ચેરમેને જણાવ્યું કે, ‘મેડિકલ એજ્યુકેશન વિભાગે કાલેજાને માટે આધુનિક એમઆરઆઇ અને સીટી સ્કેન મશીનો ખરીદવાનો પ્રસ્તાવ મુક્યો છે.’સાથે તેમણે આ કÌšં મહારાષ્ટ્રના અનેક મેડિકલ કાલેજામાં સારવાર માટે ઉપકરણોની મોટી માત્રામાં અછત છે.
ઉલ્લેખનીય છે કે, મંદિર ટ્રસ્ટ પાસે ૨૧૦૦ કરોડ ફિક્સ ડિપોઝિટ છે જ્યારે તેની વાર્ષિક આવાક લગભગ ૭૦૦ કરોડ રૂપિયા છે. દરોરજના મંદિર ટ્રસ્ટને એક કરોડ રૂપિયા દાનમાં મળે છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY