શેરબજારમાં તેજી : સેંસેક્સમાં ૨૦૭ પોઇન્ટનો ઉછાળો રહ્યો

0
10

મુંબઇ,તા. ૧૪
શેરબજારમાં આજે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૦૭ પોઇન્ટ ઉછળીને ૩૭૮૫૨ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૭૯ પોઇન્ટ ઉછળીને ૧૧૪૩૫ની ઉંચી સપાટી પર રહ્યો હતો. ફાર્મા, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ફાયનાન્સયલ શેરમાં જારદાર તેજી રહી હતી. ચાવીરૂપ શેરની વાત કરવામાં આવે તો માર્કેટ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બે ટકાનો સુધારો રહ્યો હતો. સન ફાર્માના શેરમાં સાત ટકાનો ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો ઉછાળો રહ્યો હતો. સનફાર્માના શેરમાં ઉલ્લેખનીય ઉછાળો રહ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં એક ટકાની આસપાસનો ઉછાળો જાવા મળ્યો હતો. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. વિશ્વના શેરબજારમાં પણ રિવકરી જાવા મળી હતી. સ્વતંત્રતા દિવસના પ્રસંગે બુધવારના દિવસે શેરબજારમાં રજા રહેશે. મોનસૂનની પ્રગતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ઓગસ્ટ-૨૦૧૮ દરમિયાન વરસાદ એલપીએના ૯૭ ટકાની આસપાસ રહી શકે છે. તેમાં ૯ ટકા પ્લસ માઈનસની શક્યતા રહેલી છે.સ્કાઈમેટ દ્વારા કહેવામાં આવ્યું છે. આ વર્ષની મોનસૂનની આગાહીમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સામાન્ય કરતા ઓછા વરસાદ રહેશે. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ પહેલી ઓગષ્ટના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા. રિઝર્વ બેંકે તેના ચાવીરુપ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૫૦ ટકા થઇ ગયો છે જે બે વર્ષની ઉંચી સપાટી છે. રેપોરેટમાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં રેપોરેટમાં ચાર વર્ષથી વધુ સમયગાળાની અંદર પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો હતો તે વખતે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થયો હતો. પહેલી ઓગષ્ટના દિવસે પોલિસી સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને હવે ૬.૫૦ થઇ ગયો હતો. આરબીઆઈએ તેના ભાગરુપે રેપોરેટની સાથે સાથે રિવર્સ રેપોરેટમાં પણ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ આ દર વધીને ૬.૨૫ ટકા થયો હતો તેમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. ગઇકાલે સોમવારના દિવસે સેંસેક્સ ૨૨૪ પોઇન્ટ ઘટીને ૩૭૬૪૩ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૭૪ પોઇન્ટ ઘટીને ૧૧૩૫૬ની નીચી સપાટીએ રહ્યો હતો.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
–

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY