નેશનલ હેરાલ્ડ કેસમાં ૧૬ ઓગસ્ટ સુધી સુનાવણી ટળી

0
20

ન્યુ દિલ્હી,તા.૧૪
નેશનલ હેરાલ્ડ કેસ મામલે સુનાવણી ૧૬ ઓગસ્ટ સુધી ટાળી દેવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઓસ્કર ફર્નાડીઝે દિલ્હી કોર્ટમાં નેશનલ હેરાલ્ડ કેસમાં નાણાની લેણદેણમાં આવક વેરા વિભાગની તપાસના નિર્ણયને પડકાર્યો હતો. કોર્ટે કહ્યું કે, કંપનીની કમાણીમાં શેર હોલ્ડકરે ટેક્સ માટે કેવી રીતે જવાબદાર ગણાવી શકાય.
કોર્ટમાં પી. ચિદમ્બરમને કહ્યું કે, યંગ ઈન્ડિયા એક ચેરિટેબલ કંપની છે. યંગ ઈન્ડિયા શેર હોલ્ડરને કોઈ નાણાકીય લાભ નથી આપતી નથી. સોનિયા ગાંધી અને ફર્નાડીઝે કરેલી અરજી અંગે આજે દિલ્હીની કોર્ટમાં નાવણી થવાની હતી. જાકે કોર્ટે ૧૬મી ઓગસ્ટ સુધી સુનાવણી ટાળવાના નિર્દેશ આપ્યા છે.
આ સુનાવણી જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ એ.કે. ચાવલાની ખંડપીઠ કરી રહી છે. આવક વેરા વિભાગના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી ૨૦૧૦મા યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના નિદેશક હતા. જે દરમ્યાન નાણાકીય વ્યવ્હારમાં કરવામાં આવેલા ગોટાળા બાદ આવક વેરા વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે. ૨૦૧૨માં આવક વેરા વિભાગે યંગ ઈન્ડિયાને નોટિસ મોકલી હતી,

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY