નિફ્ટી ૭૬ પોઇન્ટ ઘટીને ૧૦૭૭૮ની નીચી સપાટીએ એફએન્ડઓ કોન્ટ્રાક્ટની પૂર્ણાહૂતિ વચ્ચે સેંસેક્સ ૨૧૮ પોઇન્ટ ડાઉન સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧.૩ ટકાનો ઘટાડો : યશ બેંકના શેરમાં ૯ ટકાનો ઘટાડો : આયાત ડ્યુટી વધારાયા બાદ અનેક શેરમાં ઘટાડો

0
30

મુંબઇ,તા. ૨૭
શેરબજારમાં આજે ફરીવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સ ૦.૫ ટકા ઘટીને નીચી સપાટીએ બંધ રહ્યો હતો. સપ્ટેમ્બર સિરીઝ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાકની પૂર્ણાહૂતિના દિવસે બેંચમાર્ક ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. આજે કારોબારના અંતે સેંસેક્સ ૨૧૮ પોઇન્ટ ઘટીને ૩૬૩૨૪ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૭૬ પોઇન્ટ ઘટીને ૧૦૭૭૮ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. યશ બેંકના શેરમાં ઘટાડો રહ્યો હતો. તેના શેરમાં ૯ ટકા સુધીનો ઘટાડો જાવા મળ્યો હતો. પસંદગીની કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો. સરકારે ગઇકાલે ૧૯ વસ્તુઓની આયાત ડ્યુટી વધારી દીધી હતી. બીજી બાજુ અમેરિકાએ ટુંકાગાળાના વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કરી દીધો છે. બુધવારના દિવસે યુએસ ફેડરલની મિટિંગ પૂર્ણ થઇ હતી. આ વર્ષમાં યુએસ ફેડરલ દ્વારા ત્રીજી વખત વ્યાજદરમાં વધારો કરાયો છે જ્યારે ડિસેમ્બર ૨૦૧૫ બાદથી આઠમી વખત વધારો કરાયો છે. વૈશ્વિક શેરબજારમાં આજે ભારે અફડાતફડી જાવા મળી હતી. શેરબજારમાં ગઇકાલે બુધવારના દિવસે જારદાર અફડાતફડી જાવા મળી હતી. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૧૦ પોઇન્ટ ઘટીને ૩૬૫૪૨ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૪ પોઇન્ટ ઘટીને ૧૧૦૫૪ની નીચી સપાટીએ રહ્યો હતો. આરબીઆઈની પોલિસી મિટિંગ પણ હવે યોજનાર છે જેને લઇને કારોબારીઓ આશાવાદી છે. લોન મોંઘી થશે કે કેમ તેને લઇને ગણતરીનો દોર ચાલી રહ્યો છે. ફાયનાÂન્સયલ માર્કેટ પર હવે સેબી અને રીઝર્વ બેંકની પણ ચાંપતી નજર છે. દલાલ સ્ટ્રીટમાં ઉથલપાથલ વચ્ચે કારોબારી જાખમ લેવા માટે તૈયાર દેખાઈ રહ્યા નથી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઈને પણ ઉથલપાથલનો દોર છે. ઘરઆંગણે જે ઘટનાક્રમ ઉપર નજર રહેનાર છે તેમાં ગ્લોબલ માઇક્રો ડેટાની સાથે સાથે ફિઝકલ ડિફિસિટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર આઉટપુટ ડેટા ઉપર નજર રહેશે. જે આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે. ડોલર સામે રૂપિયાની ચાલ, વૈશ્વિક ક્રુડ ઓઈલની કિંમતો જેવા પરીબળો પણ રહેશે. ઉપરાંત સેબી દ્વારા ભારત સ્થિત વિદેશીઓ દ્વારા વિદેશી રોકાણ ઉપર સુધારવામાં આવેલા નિયમોના પગલાંની અસર પણ શેરબજારમાં રહેશે. શેરબજારમાં ઉતારચઢાવ માટે વિદેશી મુડીરોકાણકારોના વલણને પણ જવાબદાર ગણવામાં આવે છે. તેમના વલણના આધાર પર પણ કેટલાક રોકાણકારો આગળ વધે છે.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY