પ્રેમી-પ્રેમિકાએ પ્રેગનેન્ટ મહિલાની હત્યા કર્યા બાદ પેટ ચીરીને બાળક કાઢ્યું

0
11

શિકાગો,તા.૧૮
અમેરિકાનાં શિકાગોમાં એક હચમચાવી નાંખતો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે ત્રણ લોકો પર ગર્ભવતી મહિલાની હત્યાનો આરોપ લગાવ્યો છે. આની હત્યા પછી તેના ગર્ભમાં રહેલા બાળકને પણ પેટ ચીરીને બહાર કાઢી લેવામાં આવ્યું હતું.
પોલીસે આ અંગે જણાવ્યું કે ૧૯ વર્ષની માર્લેના ઓચાઓ લોપેઝને ૨૩ એપ્રિલનાં રોજ એક પરિચિતનાં ઘરે તેને બોલવી હતી. તેમણે કહ્યું હતું કે તારા બાળકનાં કામમાં આવે તેવી થોડી વસ્તુઓ તને આપવાની છે. પરંતુ ત્યાં બોલાવીને તેની ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી.
૪૬ વર્ષની ક્લારિસા ફિગ્યુરોઆ અને ૨૪ વર્ષની તેની દીકરી ડેસીરી પર ફર્સ્ટ ડિગ્રી હત્યાનો આરોપ લાગ્યો છે. ફિગ્યુરોઆનો ૪૦ વર્ષનો પ્રેમી પિઓટ્ર પર પોલીસે હત્યાની વાત છૂપાવવાનો આરોપ લગાવ્યો છે.
ઓચાઓ અને લોપેઝ જ્યારે છેલ્લા સમયે સાથે દેખાયા ત્યારે તેના ચાર કલાક પછી ફિગ્યુરોઆએ આપાત સેવાને ફોન કરીને દાવો કર્યો કે તેણે એક બાળકને જન્મ આપ્યો છે. જે શ્વાસ નથી લઇ રહ્યો. જે બાદ નવજાતને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. પોલીસે આ બાળકની સ્થિતિ અંગે જણાવવાની ના પાડી દીધી.
પોલીસે કથિત રૂપથી ફિગ્યુરોઆનાં ઘરની તપાસ કરતા દરમિયાન કચરાનાં ડબ્બામાં લોપેઝનો મૃતદેહ મળ્યો જેને ત્યાં સંતાડીને રાખવામાં આવ્યો હતો. ડીએનએ તપાસમાં સાબિત થઇ ગયું કે બાળક ઓચાઓ લોપેઝનું છે. જે પછી પોલીસે તપાસ વોરન્ટ કાઢીને વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY