આજે સીબીઆઇ શિલોંગમાં કોલકત્તાના પો.કમિશ્નરની પૂછપરછ કરશે

0
7

શિલોંગ,તા.૮
કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની સીબીઆઇએ ૯ ફેબ્રુઆરી શિલોંગમાં કરોડો રુપિયાના શારદા ચીટ ફંડ ગોટાલા અંગે પુછપરછ કરશે. આ માહિતી અધિકારીઓએ આપી હતી. બે દિવસ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને તપાસ એજન્સીને સહયોગ કરવા માટેનો નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, સીબીઆઇ ૧૯૮૯ બેંચના આઇપીએસ અધિકારી કુમારની પુછપરછ એટલા માટે કરવા માંગે છે કારણ કે શારદા અને અન્ય પોંજી ગોટાળા મુદ્દે તપાસ માટે રચાયેલી સીટના પ્રમુખ હતા.
રાજીવ કુમાર સહિત અનેક હાઇપ્રોફાઇલ શંકાસ્પદની પુછપરછ દરમિયાન વધારે શ્રમબળ પુરુ પાડવા માટે સીબીઆઇએ દિલ્હી, ભોપાલ, લખનઉ એકમનાં ૧૦ અધિકારીઓને ૨૦ ફેબ્રુઆરીએ કોલકાતા ખાતે મોકલ્યા હતા. એક અધિકારી આદેશમાં જણાવવામાં આવ્યું કે, નવી દિલ્હીમાં વિસેષ એકનાં પોલીસ અધીક્ષક જગરુપ એસ. ગુસિન્હાની સાથે એસપી વી.એમ મિત્તલ, સુરેન્દ્ર મલિક, ચંદર દીપ, ઉપાધીક્ષક અતુલ હજેલા, આલોક કુમાર શાહી અને પી.કે શ્રીવાસ્તવ, નિરીક્ષક હરિશંકર ચાંદ, રિતેશ દાનહી અને સુરજીત દાસ કોલકાતામાં ફરજંદ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY