૯ રાજ્યોના ચિત્રોમાંથી ગુજરાતને મળેલો ગોલ્ડ મેડલ
સુરત, તા.૨૭
હરિયાણાની સુપ્રસિદ્ધ સંસ્થા ‘એક નજર આર્ટ ક્લબ ઓફ હરિયાણા’ દ્વારા ગોવા ખાતે રાષ્ટ્રીય સ્તરના પેઈન્ટિંગ વર્કશોપનું અને પેઈન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરના ૯ રાજ્યના ચિત્રકારોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગુજરાતમાંથી વિવિધ સ્પર્ધકોની સાથે હિરાલાલ ગોહિલની પસંદગી કરવામાં આવી હતી. તેમજ હિરાલાલ ગોહિલે પોતાની અદ્ïભૂત પેઈન્ટિંગ થકી ૯ રાજ્યોના ચિત્રકાર પૈકી બેસ્ટ પેઈન્ટિંગનો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. સમગ્ર દેશમાં પેઈન્ટિંગ ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરનાર હિરાલાલ આ સુવર્ણ સિદ્ધિથી ગુજરાતના તમામ ચિત્રકારોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
આ સ્પર્ધામાં ગુજરાતમાંથી પસંદગી પામેલા હિરાલાલ ગોહિલે પોતાની અદ્ભૂત અને લાઈવ પેઈન્ટિંગથી નિર્ણાયકો અને ઉપસ્થિત ચિત્ર રસીકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી પસંદગી પામેલા તમામ સ્પર્ધક ચિત્રકારોમાંથી હિરાલાલ ગોહિલે બાજી મારીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



