અયોધ્યામાં વિવાદિત જમીન પર રામ મંદિરનું નિર્માણ થવું જોઇએઃ વીરભદ્રસિંહ

0
8

હિમાચલ પ્રદેશના કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
શિમલા,તા.૧૦
હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા વીરભદ્ર સિંહે મંગળવારે કહ્યું કે, અયોધ્યામાં વિવાદિત જમીન પર રામ મંદિર નિર્માણનું હું સમર્થન કરું છું. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, ભારતમાં ઇસ્લામ બાદમાં આવ્યું અને અયોધ્યામાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી.
વીરભદ્ર સિંહે કહ્યું કે, અયોધ્યા ભગવાન રામની રાજધાની છે. જો તમે બાબરી મસ્જિદ તોડી પાડી છે તો હવે રામ મંદિર ત્યાં જ બનાવી દો. પૂર્વ મુખ્યમંત્રીએ મ્ત્નઁ પર આરોપ લગાવ્યો કે તેમનામાં રામ મંદિરને લઇને સાહસની કમી છે. વીરભદ્ર સિંહે કહ્યું કે, જો BJPમાં સાહસ હોત તો મંદિર બની ચૂક્યું હોત. ત્યાં રામ મંદિરના નિર્માણનો માર્ગ હવે મોકળો કરી દેવો જોઇએ.
જો કે વીરભદ્ર સિંહે સ્પષ્ટ કર્યુ કે રામ મંદિરને લઇને આ તેમનો વ્યક્તિગત વિચાર છે. રાજ્યની ચાર લોકસભા બેઠકોમાંથી કાંગડા અને શિમલા પર કોંગ્રેસની જીતનો તેમણે દાવો કર્યો હતો. વીરભદ્ર સિંહે કહ્યું કે, હું કાંગડામાં ૧૫ એપ્રિલને પાર્ટી કાર્યકર્તાઓને બેઠકમાં સામેલ થયા બાદ રાજ્યમાં પ્રચાર અભિયાન શરૂ કરીશ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY