ઉજ્જૈન,તા.૧૮
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રામાં ફરી એક વાર રોડાં નાખવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉજ્જૈન નજીક મહીદપુરમાં મુખ્યપ્રધાન શિવરાજસિંહના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
સદ્નસીબે શિવરાજસિંહ ચૌહાણના વાહનને નુકસાન પહોંચ્યું નહોતું, પરંતુ ટોળાએ તેમની પાછળ ચાલી રહેલા પોલીસ વાહનને નિશાન બનાવીને તેના કાચ તોડી નાખ્યા હતા. પથ્થરમારાની આ ઘટનામાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. વાસ્તવમાં મુખ્યપ્રધાનની જન આશીર્વાદ યાત્રા જ્યારે મહીદપુર પહોંચી તે પહેલાં જ સ્થાનિક ધારાસભ્ય બહાદુરસિંહ ચૌહાણનો ઉગ્ર વિરોધ થવા લાગ્યો હતો.
સ્થાનિક લોકોએ ધારાસભ્યના વિરુદ્ધમાં પોસ્ટર લગાવ્યા હતા. મહીદપુર વિધાનસભા ક્ષેત્રના કુલ્લુખેડી ગામ નજીક મુખ્યપ્રધાનના કાફલામાં ધારાસભ્ય બહાદુરસિંહ પણ હતા.
જાકે વિરોધ કરી રહેલા લોકોના નિશાન પર ધારાસભ્ય બહાદુરસિંહ જ હતા, પરંતુ ધારાસભ્યની ગાડી કાફલાથી આગળ નીકળી જતાં લોકોએ પોલીસ વાહન પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
અજાણ્યા હુમલાખોરોએ મુખ્યપ્રધાન શિવરાજસિંહના કાફલામાં ફરજ બજાવતા પોલીસ વાહનના કાચ તોડી નાખ્યા હતા. પથ્થરમારાના કારણે બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. જાકે આ હુમલા અંગે હજુ કોઇ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



