મુંબઈ,તા.૨૨
અમૃતસરમાં થયેલી રેલ દુર્ઘટના મામલે શિવસેનાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં જણાવ્યુ કે, જલિયાવાલા બાગ હત્યાકાંડને યાદ અપાવનાર દુર્ઘટના પંજાબમાં બની છે.
શિવસેનાએ આ દુર્ઘટનાની તુલના લોહીથી આવેલા અચ્છે દિન સાથે કરી છે. શિવસેનાએ વધુમાં કÌš કે, જલિયાવાલા બાદ અંગ્રેજાના શાસનમાં થયો હતો. અને અમૃતસરમાં થયેલો હત્યાકાંડ સ્વરાજમાં થયો છે.
દેશને આઝાદી મળ્યા બાદ લોકોના મોતને નસીબ સાથે સરખાવવામાં આવી રહ્યા છે. અને આપણે વિકાસ અન પ્રગતિની વાત કરી રહ્યા છીએ. પરંતુ રેલવે વિભાદ કબાડીમાં ગયો છે. તેમ છતા સત્તાધારીઓ બુલેટ ટ્રેનના નામે ડાંડિયા રમી રહ્યા છે.
શિવસેનાએ વધુમાં કહ્યું કે, સરકારે દુર્ઘટનામાં મૃત્યુ પામલે રાવણની શહીદીને માન આપવુ જાઈએ. અમૃતસરમાં બનેલી દુર્ઘટના રક્તરંજિત અચ્છે દિનનો કરૂણ ચીત્કાર છે. આવા આસુને કેવી રીતે લૂછશો ?. મહત્વ પૂર્ણ છે કે, અમૃતસરમાં બનેલી ઘટન બાદ પંજાબમાં ઘમાસાણ સર્જાયુ છે. ત્યારે શિવસેનાએ મોત મામલે સરકાર પર નિશાન સાધ્યુ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




