શોપિયામાં એન્કાઉન્ટર : સેનાએ વધુ બે આતંકી ઠાર કર્યા

0
25

શોપિયાં,તા.૩
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળોએ ફાયરિંગમાં બે આતંકીઓને ઢાળી દીધા. આ ઘટના સોમવારની છે. રિપોટ્‌ર્સ મુજબ, દક્ષિણ કાશ્મીરના મોલૂ ચિત્રગમ વિસ્તારમાં પોલીસે આતંકીઓને ઠાર માર્યા છે.
આ ઘટના તે સમયે બની જ્યારે કિવક રિએક્શન ટીમ (ઊઇ્‌) પર આતંકીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. અત્યાર સુધી બે આતંકીઓની બોડી મળી ગઈ છે.
આ પહેલા રવિવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ નેશનલ કોન્ફરન્સના નેતાના ઘરે ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આતંકીઓએ પહેલા ગ્રેનેડથી હુમલો કર્યો પછી ફાયરિંગ કર્યું. રિપોર્ટ મુજબ, આતંકીઓ દ્વારા ફેંકવામા્ર આવેલો ગ્રેનેડ નેશનલ કોન્ફરન્સના નેતા ગુલામ મોઇદ્દીન મીરના ઘરની દીવાલ સાથે ટકરાઈને ફાટ્યો હતો.
નોંધનીય છે કે, કાશ્મીરમાં આતંકવાદીઓના સફાયાનું અભિયાન સતત ચાલુ છે. આ વર્ષે અત્યાર સુધી ૧૦૦ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. સુરક્ષા દળોના નિશાન બનેલા આ ૧૦૦ આતંકવાદીઓમાં ૨૩ વિદેશી આતંકવાદી પણ સામેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY