દેશવિરોધી પ્રવૃત્તિ કરતા ૯૧૯ લોકોની કેન્દ્ર સરકારે સુરક્ષા હટાવી

0
320

શ્રીનગર,તા.૫
જમ્મૂ કાશ્મીરમાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. જમ્મૂ કાશ્મીરમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા કુલ ૯૧૯ લોકોની સુરક્ષા હટાવી લેવાઈ છે. જેમાં ૨૨ જેટલા અલગાવવાદી નેતાઓનો પણ સમાવેશ થાય છે. કુલ ૯૧૯ લોકોની સુરક્ષા માટે તૈનાત ૨ હજાર ૭૬૮ પોલીસકર્મીઓને સુરક્ષામાંથી હટી જવા આદેશ આપી દેવાયો છે. એટલું જ નહીં ૩૮૯ જેટલા સરકારી વાહનો પણ પાછા લઈ લેવાયા છે. આ અંગે ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે, દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા તમામ લોકોની સુરક્ષા હટાવી લેવાઈ છે.
મળતી માહિતી અનુસાર, આ નિર્ણય ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યમાં દુર્લભ પોલીસ સંસાધનોના અયોગ્ય ઉપયોગ પર કડક વલણનું પાલન કરવામાં આવ્યું છે. મંત્રાલયનું કહેવું છે કે કેન્દ્ર દ્વારા જાવામાં આવ્યું હતું કે અયોગ્ય વ્યકિતઓ દ્વારા મોટા પ્રમાણમાં સુરક્ષા લેવાનું કારણ જનતા માટે રાજ્ય પોલીસ દળોની અછત અનુભવાતી હતી. જેને ધ્યાનમાં લેતા ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને આદેશ આપ્યા છે કે યોગ્ય આધારે મામલાની ઉંડાણથી સમીક્ષા કરવામાં આવે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY