નૌશેરામાં પાકિસ્તાનનો સતત ગોળીબાર : એલઓસી પર સ્થિતિ તંગ

0
248

શ્રીનગર,તા.૫
જમ્મુ-કાશ્મીરમાં સરહદ નજીક નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની સેનાના જવાનોએ શુક્રવારે ફરી ગોળીબાર કર્યો છે. જ્યારે આ પહેલા ગુરૂવારે પણ પાકિસ્તાને પુંછ જિલ્લામાં એલઓસીના બે વિસ્તારઓમાં ફાયરિંગ કર્યું હતું. રિપોર્ટ મુજબ એલઓસીથી સંકળાયેલ વિસ્તારોમાં પાકિસ્તાન છેલ્લા ૮ દિવસથી સતત ગોળીબાર કરી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાને શુક્રવારે પણ નૌશેરા સેક્ટરમાં સેનાની પોસ્ટો નજીક મોર્ટાર બોમ્બ ઝીંકયા હતા, જેના પછી ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની આ ચળવળનો વળતો જવાબ આપવા કડક કાર્યવાહી કરી. ઉપરાંત એલઓસી નજીક સંવેદનશીલ વિસ્તારોમાં સતત ગોળીબારની આડમાં આતંકી ઘૂસણખોરીની શંકા થતા સેનાએ જવાનોને સંપૂર્ણ રીતે એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે.
રિપોર્ટ મુજબ પાકિસ્તાને આ વખતે ફરી નિયંત્રણ રેખા પર સેનાની ફોરવર્ડ પોસ્ટ સહિત તમામ રહેવાસી ક્ષેત્રમાં ગોળીબાર કર્યો છે. જાકે આ યુદ્ધવિરામ ઉલ્લંઘનની ઘટનામાં અત્યાર સુધી કોઈને પણ ઈજા થવાની માહિતી નથી. જ્યારે આ પહેલા પાકિસ્તાન તરફથી રાજારી અને પુંછ જિલ્લામાં થયેલ ગોળીબાર દરમિયાન નિયંત્રણ રેખા પર તૈનાત બીએસએફના એક જવાન શહીદ થયા હતા. ઉપરાંત પાકિસ્તાની ગોળીબારમાં એક બાળકીની મોત પણ થઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY