શ્રીનગર,તા.૧૬
પાકિસ્તાનમાં રહીને ભારત પર આતંકવાદી હુમલા કરી રહેલી સંસ્થા જૈશ એ મુહમ્મદે લાઇન આૅફ કન્ટ્રોલ નજીક નવું લોંચિંગ પેડ ઊભું કર્યુ હોવાની માહિતી જમ્મુ કશ્મીર પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના એેક અધિકારીએ આપી હતી.
આ અધિકારીએ કહ્યુ હતું કે તાજેતરમાં કેન્દ્ર સરકારે આપેલી છૂટના પગલે ભારતીય લશ્કરે જૈશના મોટા ભાગના કમાન્ડરોને ઠાર કર્યા હોવાથી હવે જૈશે નવા આતંકવાદીઓ મોકલવાની યોજના ઘડી હતી અને એના એક ભાગરૂપે એલઓસી નજીક નવું લોન્ચિંગ પેડ ઊભું કર્યું હતું. જાકે ભારતીય સિકિયોરિટી દળો હજુ પણ સાબદાં છે.
હાલ જમ્મુ કશ્મીરમાં મુન્ના બિહારીના ગુપ્ત નામથી સક્રિય માત્ર એક જૈશ કમાન્ડર સક્રિય છે. આ અધિકારીએ આપેલી માહિતી મુજબ તાજેતરના ભારતીય લશ્કરના આકરાં પગલામાં મસૂદ અઝહરના ભત્રીજા મોહમ્મદ ઉમર સહિત જૈશના મોટા ભાગના કમાન્ડરોને લશ્કરે ઠાર કર્યા હતા અથવા આ બધા ડરના માર્યા પાકિસ્તાન પાછાં ચાલ્યા ગયા હતા.
જૈશ એ મુહમ્મદના આકાઓ ભારતીય લશ્કરના આ આકરા પગલાંથી હેબતાઇ ગયા હતા અને હવે નવેસર પોતાની હુમલાની યોજના ઘડી રહ્યા હતા. એ યોજનાના એક ભાગરૂપે ર્ન્ઝ્ર નજીક લોન્ચિંગ પેડ ઊભું કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





