શ્રીનગરમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા
શ્રીનગર,તા.૧૪
૨૦૧૩માં રિલિઝ થયેલી ફિલ્મ હૈદરમાં એક નાનકડો રોલ કરનાર એક્ટર ગૂમરાહ બનીને આતંકવાદી થઈ ગયો હતો. જેનુ સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં મોત થયુ છે.
રવિવારે શ્રીનગરમાં લશ્કરે તૈયબાના ત્રણ આતંકવાદીઓને સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. આ પૈકીનો એક ૧૭ વર્ષનો સાકિબ ઈકબાલ પણ હતો.
ઈકબાલે હૈદર ફિલ્મમાં એક નાનકડો રોલ કર્યો હતો.આ ફિલ્મમાં તેના પર બે શોટ ફિલ્માવાયા હતા. આ માટે તેને ૧૪૦૦ રુપિયા મહેનતાણુ પણ અપાયુ હતુ. સાકિબના મામાએ કહ્યું હતુ કે ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજને એક ચોકલેટી ચહેરાવાળા કિશોરની તલાશ હતી અને તેમને સાકિબ ગમી ગયો હતો.
ડિસેમ્બર ૨૦૧૩માં લેક વ્યૂ હોટલમાં થયેલા શૂટિંગમાં તે કાશ્મીરમાં ચૂંટણીમાં થયેલી જીતના સેલિબ્રેશનના દ્રશ્યમાં નજરે પડ્યો હતો.
તેના પરિવારજનોનનુ કહેવુ છે કે સાકિબને થિયેટરમં રસ હતો અને ભાગ્યે જ એવો કોઈ પ્રસંગ બન્યો હશે કે તેણે કોઈ કટ્ટરવાદી વાત કરી હોય. તે ક્યારે અને કેવી રીતે આતંકવાદીઓના પ્રભાવમાં આવી ગયો તે અમારા માટે પણ રહસ્ય છે.તે હંમેશા ખુશ રહેતો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





