શ્રીનગર,તા.૧૬
જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી અંગેની જાહેરાત થઈ શકે છે. સૂત્રો પ્રમાણે રમઝાન પછી અને અમરનાથ યાત્રા શરૂ થવાના પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. રમઝાન ૪ જૂનના રોજ ખતમ થઈ રહ્યા છે અને અમરનાથની યાત્રા ૧લી જુલાઈથી શરૂ થઈ રહી છે. એવામાં માનવામા આવી રહ્યુ છે કે ચૂંટણી ૫ જૂનથી ૩૦ જૂન વચ્ચે યોજાશે.
ઈલેક્શન કમિશને વિધાનસભા ચૂંટણી અંગે રાજ્ય પ્રશાસન અને ગૃહમંત્રાલયને જણાવ્યું છે કે, ચૂંટણી ૬થી ૮ તબક્કાઓમાં યોજાઈ શકે છે. લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં ૭૦ હજારથી વધારે અર્ધસૈનિક બળોનાં જવાનો તહેનાત રહેશે. આ ઉપરાંત રાજ્યની પોલીસ પણ તહેનાત રહેશે. ૩ જુલાઈના રોજ રાજ્યમાં રાષ્ટ્રીપતિ શાસનને ૬ મહિના પુરા થશે.
થોડા દિવસો પહેલા જ ચૂંટણી પંચે રાજ્યમાં લોકસભા ચૂંટણી કરાવવાની જાહેરાત કરી હતી. રાજ્યની ૬ લોકસભાની બેઠકો પર ૫ તબક્કાઓમાં ચૂંટણી યોજાશે. મહત્વનું છે કે કાશ્મીરની અનંતનાગ બેઠક પર ત્રણ તબક્કાઓમાં મતદાન યોજાશે. આ દરમિયાન જ પંચે કહ્યુ હતુ કે, લોકસભા ચૂંટણી બાદ જ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. બન્ને ચૂંટણી એક સાથે ન કરવાનું કારણ ઘાટીના અશાંત માહોલને જવાબદાર ગણાવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



