અમદાવાદ,તા.૨૩
નવરાત્રિ દરમિયાન માહી પાર્ટી પ્લોટમાં આયોજિત ગરબાના કાર્યક્રમમાં આરજેએ સ્ટેજ ઉપરથી સીડી ફેંકાતા ચાર વર્ષના બાળકને આંખની નીચે વાગી હતી. જેમાં બાળકના પિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલામાં આરજે દેવકી, આયુષ, નિશિતા અને હર્ષની ધરપકડ કરવામાં આવી હતી અને આરજે ઘ્રુમિલ ગુજરાતમાં હાજર ન હોવાને કારણે તેને ક્લીન ચીટ આપી છે. આ ચારેવનો સોમવારે બપોરે ધરપકડ કરી હતી અને સાંજે તેમને મુક્ત પણ કરી દેવામાં આવ્યાં હતાં.
શહેરના સિંધુભવન રોડ પર આવેલા માહી પાર્ટી પ્લોટમાં રાસ ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં ૧૨ ઓક્ટોબરે ભાવેશ ઝાલાવાડિયા પત્ની આરતી અને ચાર વર્ષનો દીકરા અર્થ ત્યાં ગરબા રમવા ગયા હતાં. આશરે રાતના ૧૧.૩૦ વાગ્યે તમામ આરજે સ્ટેજ ઉપર આવ્યા હતા. તે લોકોએ તેમની સીડીના પ્રમોશન માટે સ્ટેજ પરથી સીડીઓ ફેંકતા હતાં. આ રીતે તેમની સીડીના પ્રમોશન કરવાની રીત તેઓ વર્ષોથી કરે છે. ફેંકવામાં આવેલી સીડીમાંથી એક સીડી અર્થને આંખની નીચે વાગી હતી.
આ અંગેની ફરિયાદ પિતા ભાવેશભાઇએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે સોમવારે બપોરે આ લોકોની ધરપકડ કરી હતી. તેમને સાંજ સુધી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ જામીન ઉપર મુક્ત કરાયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



