પિટ્સબર્ગ,તા.૨૮
અમરિકાના પિટ્સબર્ગમાં યહૂદિઓના એક પ્રાર્થના સ્થળ પર થયેલ ગોળીબારમાં ઓછામાં ઓછા ૧૧ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે આ હુમલામાં ત્રણ પોલીસ અધિકારીઓ સહિત ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જા કે, આ અંગે કોઈ અધિકૃત જાણકારી નથી મળી પરંતુ સ્થાનિક મીડિયાની ખબરો અનુસાર, ૧૧ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ત્રણ પોલીસ અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સ્થાનિક મીડિયા દ્વારા મળેલી માહિતી અનુસાર, ગોળીબાર બાદ પોલીસે હુમલાવર પર વળતો પ્રહાર કર્યો તેમા પોલીસની ગોળીથી હુમલાવર રાબર્ટ બોવર્સે (૪૬) આત્મસમર્પણ કરી દીધુ હતુ. સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, હુમલો કરનાર વ્યક્તિ દાઢી વાળી હતી. હત્યારો પોલીસની ગોળીઓથી ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
એફબીઆઈએ આ ઘટનાને નિંદનિય ઘટના ગણાવીને તેની વિસ્તૃત તપાસ શરૂ કરી દીધી છે. ગોળીબાર કરતા પહેલા હુમલાવર કથિત રૂપે પ્રાર્થના સ્થળ પર ઘુસી આવીને મોટે મોટેથી બૂમો પાડીને બોલ્યો હતો કે યહૂદીઓને જીવવાનો કોઈ અધિકાર નથી, બધા જ યહૂદીઓએ મરી જવુ જાઈએ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડાનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, આ ઘટના ખૂબ જ નિંદનિય અને અકલ્પનીય છે. આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તેમણે ટ્વીટ કરીને લોકોને સુરક્ષિત સ્થાન પર રહેવાની અપીલ કરી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




