ન્યુ દિલ્હી,તા.૨૬
ત્રીજા બાળકનો જન્મ થતા જ પંચાયતની ચુંટણી લડવા માટે ઉમેદવાર આપમેળે જ અયોગ્ય ઠરે છે. આ અગત્યનો નિર્ણય સુપ્રિમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન સંભળાવ્યો હતો. એટલુ જ નહી આવી વ્યકિત પંચાયત સભ્ય કે સરપંચ પદની ચુંટણી પણ નહીં લડી શકે.
ચીફ જસ્ટીસ ગોગોઇ, જસ્ટીસ એસ કે કોલ અને કેએમ જાસેફની બેન્ચે નિર્ણય સંભળાવેલ. ઓડીશાના એક સરપંચે બે બાળકોની નીતીને અનુસરવા ત્રણમાંથી એક બાળકને દત્તક આપી દીધું હતું. આના ઉપર સુપ્રિમે જણાવેલ કે પંચાયત રાજય કાયદા મુજબ જા કે ઉમેદવારના ત્રણ બાળકો હોય અને ત્રણેય હયાત હોય તો તેને પંચાયત અથવા સરપંચની ચુંટણી લડવા યોગ્ય માનવામાં નહી આવે. કોર્ટે વધુમાં જણાવ્યું કે આ કાયદાનો મકસદ બાળકોની સંખ્યાને નિયંત્રીત કરવાનો છે ન કે હિન્દુ દત્તક લેવા અને રખરખાવ અધિનિયમ હેઠળ મળવાપાત્ર લાભોને પ્રતિબંધીત કરવાનો.
ઓડીશા હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકારતા સરપંચ મીનાસિંહ માંઝીએ જણાવેલ કે તેમના બે બાળકોનો જન્મ ૧૯૯પ અને ૧૯૯૮માં થયો હતો. તેઓ ર૦૦ર માં ફેબ્રુઆરીમાં સરપંચ બન્યા હતા. ત્યાર બાદ તેમને ત્યાં ઓગષ્ટ ર૦૦રમાં ત્રીજા બાળકનો જન્મ થયેલ. હાઇકોર્ટના નિર્ણય અને પંચાયત રાજ એકટ હેઠળ સરપંચ પદ છોડવુ પડેલ. માંઝીએ વધુમાં જણાવેલ કે તેણે પોતાના એક બાળકને ૧૯૯૯માં જ દત્તક આપી દીધેલ અને હિન્દુ અડોપ્શન એન્ડ મેઇટેનન્સ એકટ મુજબ બાળકને જે પરીવારમાં દત્નક અપાયું હોય તે પરીવારમાં જ બાળક મુળ સભ્ય બની જાય છેની દલીલો કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



