રાજકોટ,તા.૨૦
રાજકોટથી ૩૦ કિલોમીટર દૂર સરધાર નજીકના હડમતીયા (ગોલીડા) ગામમાં ૭૫ વર્ષના વૃદ્ધાની હત્યા કરી મૃતદેહની અંતિમવિધિ કરવાની તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. સ્મશાનમાં વૃદ્ધાના મૃતદેહને અગ્નિદાહ દે તે પહેલા જ પોલીસ પહોંચી જતા ડાઘુઓમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે વૃદ્ધાના મૃતદેહની તપાસ કરતા ગળેટૂંપો દઇ હત્યા થઇ હોવાનું ખુલતા એફએસએલની ટીમને જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ સરધાર નજીકના હડમતીયા (ગોલીડા) ગામમાં રહેતા ૭૫ વર્ષીય મણીબા નાનભા ખાચરની માલિકીની ૩૦થી ૩૫ વીઘા જમીન છે. તેઓને સંતાનમાં દીકરો ના હોય તેમના મૃત્યુ પછી જમીનના સીધા વારસદાર ભાણેજ થઇ શકે તેમ હતા. પરંતું આ જમીન મામલે તેના સગા બે ભાઇ દિનેશ અને કાળુ કાથડભાઇએ ગળેટૂંપો દઇ હત્યા કરી હોવાની શંકા સેવાઇ રહી છે. વૃદ્ધાની હત્યા બાદ તેમના મૃતદેહની અંતિમવિધિ માટે સ્મશાન પણ લઇ ગયા હતા. પરંતુ કોઇ જાગૃત નાગરિકે આજીડેમ પોલીસને જાણ કરતા દોડી આવી હતી. પોલીસ આવતા જ ડાઘુઓમાં નાસભાગ મચી ગઇ હતી. વૃદ્ધાની સ્મશાનયાત્રામાં તેના ત્રણેય ભાણેજ પણ હાજર હોય પોલીસે તેની પણ પૂછપરછ કરી હતી. પરંતુ વૃદ્ધાને સગા બે નાના ભાઇ ત્યાંથી નાસી છૂટ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




