વડોદરા નજીક રણોલીમાં નવી પ્રોડકશન લાઈન શરૂ

0
153

અમદાવાદ,તા. ૭
દેશની સુરક્ષા માટે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ સીસ્ટમના શ્રેણીબધ્ધ ઉત્પાદનની જરૂરિયાત પૂર્ણ કરવા દેશની જાણીતી કંપની એલએન્ડટીની કંપની એલએન્ડટી ડિફેન્સ દ્વારા વડોદરા નજીક રનોળી ખાતે નવી પ્રોડકશન લાઇનની શરૂઆત કરવામાં આવી છે. લગભગ બે દાયકાથી અતિ સફળ બ્રહ્મોસ મિસાઇલ પ્રોગ્રામ સાથે જાડાયેલી એલએન્ડટી ડિફેન્સ હવે બ્રહ્મોસ ટીએલસીનું શ્રેણીબધ્ધ ઉપ્તાદન કરવા સજ્જ બની છે. બ્રહ્મોસ એરોસ્પેસના સીઇઓ અને એમડી ડો.સુધીર કે.મિશ્રાએ બ્રહ્મોસ મિસાઇલ સબસીસ્ટમના ઉત્પાદન માટે ગુજરાતની બીજી પ્રોડકશન લાઇનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. તાજેતરમાં જ સફળતાપૂર્વક પરીક્ષણ કરાયેલ બ્રહ્મોસ મિસાઇલ સીસ્ટમને એલએન્ડટીએ ઉત્પાદન કરેલ સંયુકત એરફ્રેમ્સ અને ટ્રાન્સપોર્ટ લોન્ચ કેનિસ્ટર(ટીએલસી) સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવી છે. એલએન્ડટી ડિફેન્સે બ્રહ્મોસ મિસાઇલ માટે સંયુકત એરફ્રેમ્સ સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે. આ અંગે બ્રહ્મોસ એરોસ્પેસના સીઇઓ અને ડિરેકટર જનરલ(બ્રહ્મોસ) ડો.સુધીર મિશ્રાએ જણાવ્યું હતું કે, બ્રહ્મોસ મિસાઇલના સ્ટોરેજ, પરિવહન અને લોન્ચ માટે ડિઝાઇન કરેલ કેનિસ્ટરનું ઉત્પાદન કરવા ગુજરાતમાં આ નવી પ્રોડકશન લાઇન શરૂ કરવામાં આવી છે. મિસાઇલ માટે કેનિસ્ટર બે પ્રકારે ઉપયોગી છે. જે સ્ટોરેજ કમ ટ્રાન્સપોર્ટ અને લોન્ચ કરવા માટે કન્ટેઇનર પ્રદાન કરે છે. અત્યારે બ્રહ્મોસે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન અને ઇન્ટીગ્રેશનની મજબૂત ઇકોસીસ્ટમ ઉભી કરી છે. બ્રહ્મોસ મિસાઇલ માટે સંયુકત એરફ્રેમ, કેનિસ્ટર અને આનુષંગિક સબસીસ્ટમ મેળવવા માટે સ્વદેશી ક્ષમતા ધરાવતી અને સવિધાઓ વિકસાવવા ડીઆરડીઓના માર્ગદર્શન હેઠળ અમારી સફર શરૂ થઇ હતી. વિવિધતાસભર અવિવિધ ભૂમિકા ભજવતું મÂલ્ટ પ્લેટફોર્મ બ્રહ્મોસ એલએન્ડટી ઉત્પાદિત સંયુકત એરફ્રેમ્સ સાથે અને ટ્રાન્સપોર્ટ લોન્ચ કેનિસ્ટર(ટીએલસી)ના બે અલગ-અલગ વર્ઝન સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવી છે. ડો.સુધીર મિશ્રાએ ઉમેર્યું હતું કે, નોંધનીય વાત એ છે કે, વડોદરાના રનોળી ખાતે એલએન્ડટી ડિફેન્સની અત્યાધુનિક સંયુકત ઉત્પાદન સુવિધા બ્રહ્મોસ ટીએલસીનું શ્રેણીબધ્ધ ઉત્પાદન કરવા સજ્જ છે.
આ યુનિટને એરોસ્પેસ ઉત્પાદનોનું નિર્માણ કરવા નેશનલ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ કોન્ટ્રાકટર્સ એક્રેડિટેશન પ્રોગ્રામ(એનએડીસીએપી)ની માન્યતા પણ મળી છે. અત્યારે ચાલુ બ્રહ્મોસ પ્રોગ્રામ માટે ગુણવત્તા પૂર્ણ કરવા રનોળી કાતે અત્યાધુનિક સંયુકત પ્રયોગશાળાને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટીંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (એનએબીએલ) પાસેથી એક્રેડિટેશન સર્ટિફિકેશન પણ મળ્યું છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY