સોફ્ટવેર અપગ્રેડેશનને કારણે શહેરના મોટાભાગના એટીએમ આગામી ગુરુવાર સુધી બંધ રહેશે

0
179

શહેરીજનોને તકલીફ ન પડે તે રીતે બે ભાગમાં એટીએમ અપગ્રેડ કરાશે.
શહેરની ખાનગી બેન્કો તથા રાષ્ટ્રીયકૃત બેન્કોના એટીએમના સોફ્ટવેર અપગ્રેડ કરવાના હોવાથી શહેરના ૨૨૫૦ એટીએમ આવતીકાલથી અપગ્રેડ કરવાની કામગીરી કરવાની હોવાથી આગામી ગુરુવાર સુધી બંધ રહેશે. જો કે શહેરીજનોને તકલીફ ન પડે તે રીતે બે ભાગમાં એટીએમ અપગ્રેડ કરશે. આ સાથે પીઓએસ મશીન મારફતે કાર્ડ ટ્રાન્જેકશન થઇ શકશે.
શહેર અલગ અલગ વિસ્તારોમાં આવેલી ૪૫ જેટલી નેશનલાઈઝડ, પ્રાઇવેટ તથા કો. ઓપરેટિવ બેન્કોની ૭૫૦ જેટલી બ્રાંચના ૨૨૫૦ એટીએમના સોફ્ટવેરની શનિવારથી આગામી તા. ૧૫મી ફેબ્રુઆરી ગુરુવાર સુધી બંધ કરી દેવાશે. જેમાં બેંક ઓફ બરોડા અને યશ બેંક જેવી નેશનલાઇઝડ બેન્કોમાં શનિવારથી આ કામગીરી હાથ ધરવામાં આવશે. બે તબક્કામાં આ કામગીરી કરવાની હોવાથી બીજા તબક્કામાં અન્ય કેટલીક બેન્કોના એટીએમ સોફ્ટવેર અપગ્રેડની કામગીરી હાથ ધરાશે. જો કે પોઇન્ટ ઓફ સેલ થકી જાર્ડ પેમેન્ટની કામગીરી યથાવત રહેશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY