સોમનાથને વેજ ઝોન જાહેર કરવા ભાજપા-હિંદુ સંગઠન વચ્ચે હોબાળો

0
31

સોમનાથ,તા.૪
યાત્રાઘામ સોમનાથને માંસાહર પ્રતીબંઘીત વિસ્તાર જાહેર કરવાની માંગ હિન્દુ યુવા સંગઠન દ્વારા કરવામાં આવી છે. વેજ ઝોન જાહેર કરવાની માંગ સાથે હિન્દુ યુવા સંગઠન દ્વારા છેલ્લા અઢી વર્ષથી વેજ ઝોનની માંગને લઈ હિન્દૂ યુવા સંગઠન દ્વારા અનેક લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવી છે. આ પહેલા સંગઠન દ્વારા રેલીઓ આવેદનપત્રો અને રામધૂન સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા.
રાજયમાં પાલીતાણા, અંબાજી, દ્ગારકા, પાવાગઢ સહિતના યાત્રાધામ રાજય સરકાર દ્વારા વેજઝોન જાહેર કરાયા છે. તે રીતે સોમનાથ મંદીરના આસપાસ વિસ્તારને પણ માંસાહાર પ્રતીબંધીત જાહેર કરવા માટે હિન્દુ યુવા સંગઠન દ્વારા છેલ્લા અઢી વર્ષથી સરકારમાં અનેક વાર રજુઆતો કરાય છે. પરંતુ સરકાર દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વેરાવળમાં ભાજપાના કાર્યકરો અને હિંદુ યુવા સંગઠન દ્વારા મીટિંગમાં જ હોબાળો થયો હતો. મિટિંગમાં જિલ્લા ભાજપા પ્રમુખ સહિત પદાધિકારીઓનો ઉધડો લેવાયો હતો. મિટિંગમાં અઢી વર્ષથી વેજ ઝોનની અનેક વખત રજૂઆત કર્યાનો આરોપ મૂકાયો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્રીજી વાર સોમનાથ આવ્યા પરંતુ વેજ ઝોનની માંગ સંતોષવામાં આવતી નથી ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં વેઝ ઝોન જાહેર કરવા નો મામલો બિચકિયો છે. વેરાવળમાં ભાજપની મિટિંગમાં ભાજપના જ કાર્યકરો અને હિન્દૂ યુવા સંગઠનના યુવાનો દ્વારા હોબાળો મચાવ્યો હતો. નોંધનીય છે કે રાજ્યમાં પાલીતાણા, અંબાજી, દ્વારકા પાવાગઢ સહિતના યાત્રાધામમાં વેજ ઝોન લાગુ છે. ત્યારે યાત્રાધામ સોમનાથને માંસાહાર પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા છેલ્લા અઢી વર્ષથી વેરાવળ સોમનાથમાં હિન્દુ યુવાનો વેજ ઝોનની માંગ કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY