આજે મહાશિવરાત્રીઃ સોમનાથ મંદિર સળંગ ૪૨ કલાક ખૂલ્લુ રહેશે

0
39

સોમનાથ,તા.૩
અરબી સમુદ્રકાંઠે બિરાજમાન દેવાઘિ દેવ સોમનાથ મહાદેવના સાંનિધ્યે તા.૪ ને સોમવારે મહાશિવરાત્રીની વિવિઘ ઘાર્મીક અને સાંસ્કૃતીક કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી થશે. મહાશિવરાત્રીના દિવસે ભાવિકોના ઘસારાને ધ્યાને લઇ સોમનાથ મંદિર વહેલીસવારે ૪ વાગ્યે ખુલ્યા બાદ સળંગ ૪૨ કલાક સુઘી ખુલ્લુ રહેશે. જે દરમ્યાન મહાદેવને Îવજારોહણ, આરતી સહિત ચાર પ્રહરની મહાપૂજા-આરતી થશે.
પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવના સાંનિધ્ય મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવા થઇ રહેલ તૈયારીઓ અંગે માહિતી આપતા મંદિર ટ્રસ્ટના જીએમ વિજયસીંહ ચાવડાએ જણાવેલ કે, તા.૪ ને સોમવારે વ્હેલીસવારે ૪ વાગ્યે મંદિરના દ્રાર ભાવિકો માટે ખોલ્યા બાદ સળંગ ૪૨ કલાક ખુલ્લા રહયા બાદ બીજા દિવસે એટલે કે મંગળવારની રાત્રે ૧૦ વાગ્યે બંઘ થશે. શિવરાત્રીને ધ્યાને લઇ ભાવિકો શિવભકિત કરી શકે તે માટે તા.૩ અને ૪ બે દિવસ મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયુ છે. સમગ્ર વર્ષમાં કરેલ શિવપુજાઓ જેટલુ પુણ્ય માત્ર શિવરાત્રીના દિવસે શિવ પૂજા-દર્શન કરવાની પ્રાપ્ત થતી હોવાથી તેને ધ્યાને લઇ ભાવિકો તત્કાલ શિવપુજન, Îવજાપુજન ભાવિકો મોટીસંખ્યામાં કરી શકે તે માટે વિશેષ વ્યવસથા કરાય છે. સોમનાથ આવતા ભાવિકો માટે પરીસર આસપાસ દ્રાદશ જયોતિર્લીંગ દર્શન-પ્રદક્ષીણા, સેલ્ફી પોઇન્ટ, શિવરાત્રીના દિવસે સવારે ૧૧ થી ૧૨ પરીસરમાં બ્રાહમણો દ્રારા વેદગાન, પાલખીયાત્રા સહિતના કાર્યક્રમો વિશેષ આર્કષણનું કેન્દ્ર રહેશે. શિવરાત્રીને લઇ સોમનાથ મંદિર અને પ્રવેશદ્રાર ખાસ રંગબેરંગી લાઇટીંગની ઝળહળતુ કરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY