સોમનાથ,તા.૧૧
સોમનાથ મંદિરનો શનિવારે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ હતો. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો શનિવારે ૬૯માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ૧૧ પ્રકારના રસથી મહાદેવનો મહાભિષેક કરવામાં આવ્યો હતો, સાથે ૧૦૮ તીર્થોનું પવિત્ર જળ એકત્રિત કરાયું હતું. અને ૫૧ બોટ ફૂલોથી શણગારી સમુદ્રમાં તહેનાત કરાઈ હતી. આ પ્રસંગે સોમનાથમાં મહાપૂજા, ધ્વજારોહણમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.
સોમનાથના પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ૧૦૧ તોપથી દાદાને સલામી પણ આપવામાં આવી હતી. આ સાથે જ ૧૦૮ બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે આખુંય પ્રભાસપાટણ ગુંજી ઉઠ્યું હતું. સોમનાથ મંદિરમાં સવાર મહાપૂજા, મહાભિષેક, ધજારોહણ, સરદાર પટેલને પુષ્પ વંદના તેમજ સાંજના મોટી સંખ્યામાં લોકો જાડાઇને મહાઆરતી કરાઈ.
૧૧ મે ૧૯૫૧ ના રોજ સવારે ૯-૪૬ વાગે તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શનિવારે ત્યાં મહાદેવને ૧૧ પ્રકારના રસથી તેમજ અનેક વિધ દ્રવ્યોથી મહાભિષેક કરવામાં આવી. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશભરમાંથી એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



