ન્યુ દિલ્હી,તા.૩૦
ઉત્તર ભારત અને પહાડોમાં થઈ રહેલાં ભારે વરસાદને કારણે યમુના અને ગંગાનું જળસ્તર વધી રહ્યું છે. હરિયાણાના હથિનીકુંડમાંથી રવિવારે સાંજે ૧.૧૮ લાખ ક્્યૂસેક પાણી છોડવામાં આવ્યું. આ કારણે યમુના નદીમાં પૂરની સ્થિતિ બની છે. યમુનાનાગર, કરનાલ, સોનીપત, પાનીપત, પલવર અને મથુરાને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. તો દિલ્હીમાં યમુનાનું જળસ્તર રવિવારે સાંજે ખતરાના નિશાનને પાર કરી ૨૦૫.૫૩ મીટરે પહોંચી ગયું છે. રેલવેએ સોમવારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૧૫૦ વર્ષ જૂનાં યમુના બ્રીજ પર ટ્રેનની અવરજવર બંધ કરી દીધી છે. જેના પરિણામે લગભગ ૨૭ ટ્રેન રદ થઈ ગઈ છે અને ૭ ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે.
સોમવારે યમુનાનું જળસ્તર ૨૦૫.૬૫ મીટર સુધી પહોંચવાનું અનુમાન છે. ૨૦૭ મીટરના લેવલ પછી આસપાસના વિસ્તારોમાં પાણી ઘુસી શકે છે. તો યમુનાનું જળસ્તર વધવાથી મથુરાના અનેક વિસ્તારોમાં પૂરનો ખતરો વધી ગયો છે. તંત્રએ જણાવ્યું કે મથુરામાં ચેતવણીનું સ્તર ૧૬૫.૨૦ મીટર અને ખતરાનું સ્તર ૧૬૬ મીટર છે. યમુનાનું જળસ્તર રવિવારે મોડી રાત્રે ૧૬૩ મીટર નોંધવામાં આવ્યું છે. કોઈપણ રીતે પરિસ્થિતિને પહોંચી વળવા માટે અલગ અલગ જગ્યાએ ૨૩ પૂર સહાયત શિબિર બનાવવામાં આવી છે. ૩૩ પૂર કેન્દ્ર પર ગોઠવવામાં આવ્યા છે.
રાજ્યમાં વરસાદને કહેર યથાવત છે. છેલ્લાં ચાર દિવસોમાં વરસાદ, પૂર અને વિજળી પડવાની ઘટનાને કારણે ૭૦ લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે ૭૭ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમિયાન પૂર્વાંચલ અને તેની નજીક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારો પર સર્જાયેલા હવાનાં હળવા દબાણને કારણે આગામી બે દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને મધ્ય પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
હથિની કુંડથી સતત લાખો ક્્યુસેક પાણી છોડવાની અસર સોમવારે જાવા મળશે. હાલના સમયે દિલ્હીની પરિસ્થિતિને જાતા યમુના કિનારા પાસે વસી રહેલા ઉસ્માનપુરા, પુશ્તાની આસપાસ રહેનાર લોકોને ખસેડી દેવામાં આવ્યા છે. ઘણા લોકો અત્યારે પણ યમુનાના કિનારે વસેલા છે.
પ્રશાસન તરફથી સતત લોકોને હટવા માટે ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. કોઈ પણ સ્થિતિનો મુકાબલો કરવા માટે મરજીવા અને બોટોને તૈનાત કરવામાં આવ્યા છે. યમુનાના કિનારે વસેલા લોકોને બહાર કાઢવા ટેન્ટોમાં ખસેડવામાં આવ્યા છે.બૈરાજથી સવારે પાણી છોડવાનો સિલસિલો મોડી સાંજ સુધી ચાલુ રહ્યો હતો. પૂરનાં પાણીને કાઢવા માટે વજિરાબાદ, આઈટીઓ અને ઓખલા બૈરાજના ગેટ ખોલી દેવામાં આવ્યા હતા.
પાટનગર સહિત સમગ્ર રાજ્યમાં મૂશળધાર વરસાદ યથાવત છે. પટનામાં મોનસૂન દરમિયાન જુલાઈમાં થનારા વરસાદથી અડધું પાણી છેલ્લાં ૩૦ કલાકમાં વરસ્યું છે. જુલાઈમાં પટનામાં કુલ ૩૫૪.૪ મિમી વરસાદ થાય છે, જે ગત ૩૦ કલાકમાં ૧૮૪.૩ મિમી સુધી પહોંચી ચુક્્યું છે. હવામાન વિભાગે આખા રાજ્યમાં મોનસૂનના રેડ ઝોનમાં રાખ્યું છે. આ કારણે આગામી ૭૨ કલાકમાં પ્રદેશના ૭૬થી ૧૦૦% વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે સોમવારે પૂર્વી ઉત્તર પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, દક્ષિણ કર્ણાટકના કોસ્ટલ વિસ્તારો, કેરળ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





