સીમાડામાં પાઈપ લાઈન નાખવાનો વિરોધ થતા કમિશનરે સ્થળની મુલાકાતે

0
25

જૂનો રસ્તો યથાવત રાખવા સ્થાનિક લોકોની માગણી
સુરત, તા. ૧૧
પુણા સીમાડા ખાતે ટીપી રસ્તા ઉપર પાણીની લાઈન નાખવા બાબતે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવતા આજે મનપા કમિશનર એમ. થેન્નારસન દ્વારા જાતે સ્થળ મુલાકાત લીધી હતી.
પુણા સીમાડા વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર નીલેશ કુંભાણી, વિજય પાનસૂરિયા, ડી.પી. વેકરિયા સહિત સ્થાનિક અસરગ્રસ્તો દ્વારા ગતરોજ મનપા મુખ્યાલય ખાતે મોરચો લઈ ગયા હતા. મનપા કમિશનરને મળીને રજૂઆત કરી હતી કે ૧૨ મીટરના રસ્તા ઉપર પાણીની લાઈન નાખવાના બદલે ૩૦ મીટરના રસ્તા .પર પાણીની લાઈન નાખીને જૂનો રસ્તો યથાવત રાખવા માટે રજૂઆત કરી હતી. કોંગ્રેસી કોર્પોરેટર રજૂઆતના પગલે આજે મનપા કમિશનર જાતે પૂણા સીમાડાની સ્થળ મુલાકાત લીધી હતી. ટી.પી. રસ્તાની લાઈનદોરીમાં આવતા મકાનોનું ડિમોલીશન કરવા માટે પણ સ્થાનિકો દ્વારા સૂચન કર્યું હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY