વલસાડ,તા.૨
વલસાડમાં બાઇક ઉપર જતા એક યુવક ઉપર વીજ વાયર પડતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. હાઇટેન્શન વીજ લાઇનનો જીવંત વીજતાર તૂટી પડતા યુવકના બંને હાથ વીજતાર સાથે જ ચોંટી ગયા હતા. જ્યારે બંને હાથ શરીરથી અલગ થઇ ગયા હતા. કાંડાથી અલગ થયેલા આ હાથ વાયરને પકડેલી હાલતમાં ચોંટી ગયા હતા.
વલસાડના ગુંદલાવ નજીકની એક ચકચારીત ઘટના સામે આવી છે. ગુંદલાવ વિસ્તારમાં જયદીપ આહીર નામનો બાઈક ચાલક યુવક બાઈક પર પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો . ત્યારે ઘર નજીક પહોંચતાં જ રસ્તા ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનનો જીવંત વીજતાર તૂટી અને યુવક પર પડ્યો હતો.
એ સમયે જીવંત વીજતાર યુવકના હાથમાં જ ફસાઇ જતા જારદાર કરંટ લાગ્યો હતો.. અને ત્યાર બાદ અડધા કલાક સુધી જયદીપ નામનો આ યુવક જીવંત વીજ તાર સાથે જ ચોટયો રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો સ્થળ પર પહોંચ્યા હતા અને વીજ કંપનીને જાણ કરવામાં આવી હતી.
જા કે વીજ કંપનીના અધિકારીઓ એક કલાક વીતવા છતાં પણ ઘટનાસ્થળ પર નહીં પહોંચતા. આખરે વીજ પ્રવાહ બંધ થતા સ્થાનિકો એ વિજ તાર સાથે ચોંટેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
પરંતુ ચોંકાવનારી વાત એ છે કે અડધો કલાક સુધી જીવંત વીજ તાર સાથે ચોટી રહેવા ને કારણે આ યુવક જયદીપ આહીર ના બંને હાથ ના કાંડા સુધીના બંને હાથ ના ભાગ શરીર થી છુટા પડી વિજ તાર સાથે જ ચોંટેલા રહ્યા હતા.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




