મુંબઈ,
તા.૧૧/૦૩/૨૦૧૮
બોલીવુડની લેડી સુપરસ્ટાર શ્રીદેવીના અચાનક થયેલા નીધનથી સમગ્રદેશ શોકાતુર છે. શ્રીદેવીનું દુબઇ ખાતે ૨૪ ફેબ્રુઆરીના રોજ અચાનક નિધન થઇ ગયું હતું. પછીથી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટતા થઇ હતી કે બાથ ટબમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું. હવે શ્રીદેવીના કાકા વેણુગોપાલે આપેલા એક ઇન્ટરવ્માં આરોપ લગાવ્યો છે કે શ્રીદેવાના મીઠા સ્મિત પાછળ ખૂબ જ દુખ છુપાયેલુ હતું અને તે જ કારણ તેનું મોત નિપજ્યું છે.
તેમણે જણાવ્યું કે કેટલીક ફિલ્મો ફ્લાપ થવાના કારણે અને નુકસાન થવાના કારણે શ્રીદેવીના નામની અનેક સંપતિ વેચી દેવામાં આવી હતી. આ વાતનું દુખ શ્રીદેવીને હંમેશા હતુ અને આ જ દુખ સાથે તે મૃત્યુ પણ પામી. વેણુગોપાલે જણાવ્યું કે બોની કપૂરની આર્થિક સ્થતિ સારી ન હોવાના કારણે શ્રીદેવીએ ફરીથી કામ કરવુ પડ્યું હતું.
શ્રીદેવીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યાં બાદ ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ પણ શ્રીદેવીના મોત પર સવાલ ઉઠાવ્યાં હતાં. પોતાના ફેન્સના નામે એક લવ-લેટર લખ્યો હતો જેમાં તેમમએ શ્રીદેવીના જીવન સાથે સંકળાયેલા અનેક તથ્યો સામે મૂક્યાં હતાં. તેમણે લખ્યું હતું કે બોનીની માતાએ શ્રીદેવીને દુનિયા સામે ઘર તોડનારી મહિલા તરીકે દર્શાવી હતી અને તેને ફાઇવ સ્ટાર હોટલની લાબીમાં સૌની સામે પેટમાં મુક્કો માર્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"