સ્કૂલમાં ગર્લ્સે ચોક્કસ રંગના જ ઈનરવેર પહેરવા પડશે

0
80
પૂણેની ટોચની સ્કૂલનુ વિચિત્ર ફરમાન, વાલીઓ વિફર્યા

ડાયરીમાં લખેલા અન્ય નિયમો પણ ચોંકાવી દે તેવા છે

પૂણેની એક પ્રતિષ્ઠિત સ્કૂલે ગર્લ્સ સ્ટુડન્ટસ માટે એક એવુ ફરમાન જારી કર્યુ છે. જે અંગે જાણીને જો તમે એક વાલી હશો તો ઉકળી ઉઠશો. પૂણેની માઈર્સ એમઆઈટી સ્કૂલે સ્કૂલના સ્ટુડન્ટસને જે ડાયરી આપી છે. તેમાં સ્ટુડન્ટસ માટે ગાઈડલાઈન દર્શાવવામાં આવી છે. જે પૈકીની એક ગાઈડ લાઈન પ્રમાણે ગર્લ્સે ચોક્કસ રંગના જ ઈનરવેર પહેરવા પડશે. આ ઉપરાંત તેમાં ઈયરિંગની સાઈઝ પણ બતાવવામાં આવી છે. આ તમામ નિયમોમાં સૌથી આપત્તિજનક નિયમ એ છે કે સ્ટુડન્ટસ માટે ટોયલેટનો ઉપોયગ કરવા માટે પણ ચોક્કસ સમય નક્કી કરાયો છે. પાણી પણ કયા સમયે પીવુ તેનો પણ આદેશ જારી કરાયો છે. આવા વિચિત્ર નિયમની સામે વાલીઓ રોષે ભરાયા છે અને તેમણે બુધવારથી સ્કૂલની બહાર પ્રદર્શન શરુ કરી દીધુ છે. વાલીઓનું કહેવુ છે કે સ્કૂલ દ્વારા અપાયેલી ડાયરીમાં અમને સહી કરવા માટે સ્કૂલ તરફથી દબાણ કરવામાં આવી રહ્યુ છે. બીજી તરફ સ્કૂલના ડાયરેક્ટર સુચિત્રા કરાડનુ કહેવુ છે કે સ્કૂલ ડાયરીમાં આ પ્રકારના વિશેષ નિર્દેશ આપવા પાછળ ખોટુ કશુ. તેમાં અમારો કોઈ છુપો એજન્ડા નથી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY