જાનૈયાઓને શણગારેલી એસટીની વોલ્વો બસ ભાડે મળશે એસટી્‌એ શરૂ કરી નવી ૫૦ વોલ્વો બસ, ગાંધીનગરથી રૂપાણીએ કર્યું લોકાર્પણ

0
13

ગાંધીનગર,તા.૨૦
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ તરફથી મુસાફરોની સુવિધા વધારવા માટે નવી ૫૦ વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, “રાજ્યના છેવાડાના લોકોને પણ કેવી રીતે લાભ પ્રાપ્ત થાય તેને ધ્યાનમાં રાખીને સરકાર કામ કરી રહી છે. તમામ ક્ષેત્રમાં અંતિમ વ્યક્તિને ધ્યાનમાં રાખીને સરકાર વિવિધ યોજનાએ બનાવી રહી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યુ કે, “રાજ્યમાં હજારો ખાનગી વોલ્વો બસ દોડે છે. લોકો માંગ્યું ભાડું આપે છે. આ માટે એસટીએ વધારાની વોલ્વો બસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. એસટીની બસોમાં લોકોને સુરક્ષા અને સલામતીનો વિશ્વાસ છે. કંઈ થાય તો સરકાર જવાબદાર છે. આ માટે લોકોને અપેક્ષા હતી કે સરકાર વધારેમાં વધારે વોલ્વો બસ દોડાવે. સરકારની ઈચ્છા છે કે રાજ્યમાં ૪૦૦-૫૦૦ વોલ્વો બસ દોડે. આજે એસટી તરફથી વધારાની ૫૦ વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે.
જૂન મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લગ્નપ્રસંગ માટે નજીવા દરે એસટી બસ ભાડે આપવાની યોજના શરૂ કરી હતી. રૂપાણીએ જાહેરાત કરી હતી કે, કે લગ્ન પ્રસંગોએ ખાનગી ટ્રાવેલ્સના વિકલ્પ સ્વરૂપે સરળ અને સલામત બસની સેવા એસટી તરફથી પૂરી પાડવામાં આવશે.
જા તમે લગ્નપ્રસંગ માટે બસ ભાડે કરવા માંગો છો તો ૨૦ કિલોમીટર સુધી આવન-જાવન માટે તમારે રૂ. ૧૨૦૦ જેટલી રકમ ચુકવવી પડશે. ફક્ત આવન કે જાવન માટે જ ઉપયોગ કરવા માંગો છો તો તમારે રૂ. ૭૦૦ ચુકવવા પડશે. જા તમે ૪૦ કિલોમીટર સુધીના અંતર માટે(આવન-જાવન) બસ ભાડે કરવા માંગો છો તો તમારે રૂ. ૨૦૦૦ અને સિંગલ ફેરા માટે રૂ. ૧૨૦૦ ચુકવવાના રહેશે. ૬૦ કિલોમીટર સુધી બસનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે(આવન-જાવન) રૂ. ૧૫૦૦ ચુકવવા પડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY