સુરત, તા.૨૦
ચોમાસાની ૠતુ દરમ્યાન રોગચાળો થવાની શક્યતા વધુ રહે છે. જેથી શહેરીજનોનું આરોગ્ય જળવાઈ રહે તે હેતુસર સુરત મહાનગરપાલિકા મારફતે સને ૨૦૦૭થી દર વર્ષે જુદા જુદા ઝોન વિસ્તારમાં વિના મૂલ્યે આરોગ્ય નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આમ ૨૦૦૭ થી ૨૦૧૭ દરમ્યાન કુલ ૧૪૮ મેડીકલ કેમ્પો તેમજ ચાલુ વર્ષ ૨૦૧૮નાં દસ મેડીકલ કેમ્પ મળી કુલ ૧૫૮ મેડીકલ કેમ્પો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં જાહેર જનતા તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.
ચાલુ વર્ષ ૨૦૧૮નો અગિયારમો મેડીકલ કેમ્પ તા.૨૨-૯-૨૦૧૮ને શનિવારનાં રોજ પરવત શહેરી આરોગ્ય કેન્દ્ર, ક્રિષ્ણા કૃપા સોસા., એસ.પી. કુકડીયા સ્કૂલની સામે, પરવટ ગામ, સુરત ખાતે વિના મૂલ્યે આરોગ્ય નિદાન તથા સારવાર કેમ્પ હાથ ધરવામાં આવનાર છે. જેમાં સ્મીમેર હોસ્પિટલનાં બાળરોગ, સ્ત્રીરોગ, આંખ, ચામડીનાં રોગના નિષ્ણાંત, ફિઝીશ્યન તથા સર્જન દ્વારા દર્દીઅોનું નિદાન કરી સારવાર આપવામાં આવશે. તેમજ જરૂરીયાતમંદ દર્દીઅોને વધુ સારવાર અર્થે સ્મીમેર, મસ્કતિ, નવી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




