સુરત,તા.૨૬
લાંચ લેતા રંગે હાથ પકડવાની કે આવક કરતા વધુ સંપત્તિના કેસ જ એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમ કરે છે એવું નથી. સસ્તા અનાજનો દુકાનદાર વજન કરતાં ઓછું અનાજ આપી વધુ પૈસા વસૂલતો હોય તો તેની સામે પણ એસીબી કેસ કરે છે. આવો એક કેસ સુરત એસીબીની ટીમે કર્યો છે. જે સુરત એસીબીના ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના છે.
ડભોલી અખંડ આનંદ સોસાયટી રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં આવેલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના સંચાલકને ઍસીબી ડિકોય ટ્રેપ ગોઠવી બીપીએલ કાર્ડ ધારકોને ઓછું અનાજ આપી વધુ કિંમત મેળવી છેતરપિંડી કરતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો. એસીબી, સુરત એકમના ઈનચાર્જ મદદનીશ નિયામક એન.પી.ગોહિલને એવી માહિતી મળી હતી કે ડભોલી અખંડ આનંદ સોસાયટી રાજલક્ષ્મી ઍપાર્ટમેન્ટમાં આવેલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનદાર બાબુ નાગર પટેલ (રહે, ડભોલીગામ પટેલ ફળિયું) દ્વારા સરકાર તરફથી ફાળવવામાં આવતું અનાજ બી.પી.એલ. કાર્ડ ધારકોને માપદંડ કરતા ઓછું અનાજ આપી રાશન કાર્ડમાં ચેડા કરી વધુ જથ્થો બતાવી સરકારી ધારાધોરણ કરતા વધુ કિંમત મેળવી ગ્રાહકો સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી અને ગેરરીતિ આચરવામાં આવે છે. જે માહિતીના આધારે એન.પી.ગોહિલના માર્ગદર્શન પીઆઈ એસ.આર.પટેલે ડિકોય ગોઠવી હતી. બાબુ પટેલ સરકારી નિયમ મુજબનું અનાજ નહીં ફાળવી ઓછું અનાજ આપી વધારાનું અનાજ આપવાના અવેજ પેટે રૂ. ૧૨૦ની માંગણી સ્વીકારતા પકડાઇ ગયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



