નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી,રિચેકિંગમાં થઈ પાસ

0
2

મુંબઈ,તા.૨૬
૧૦ માર્ક ઓછા આવતા નાપાસ થયેલી વિદ્યાર્થિનીએ હતાશામાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધા બાદ તેની આન્સરશીટ ફરી તપાસવામાં આવતા તે પાસ હોવાનુ બહાર આવ્યુ છે.
આમ યુનિવર્સિટીની ભુલે એક આશાસ્પદ યુવતીની જીંદગી છીનવી લીધી છે.મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન એમ પી વાલિયા કોમર્સ કોલેજના ટીવાય બીકોમની વિદ્યાર્થિની રિધ્ધિ પરબે મેનેજમેન્ટના પેપરમાં ૨૦ માર્ક આવતા ૧૦ ઓગસ્ટે આત્મહત્યા કરી લીધી હતી.જ્યારે પાસ થવા માટે ૩૦ માર્કની જરુર હતી.
રિધ્ધિના ઓટો ડ્રાઈવર પિતા રમેશ પરબે કહ્યું હતુ કે મારી પુત્રી એક તેજસ્વી વિદ્યાર્થિની હતી.અમે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને મળીને તેનુ પેપર ફરી તપાસવા માટે માંગણી કરી હતી.સપરીમેન્ટી ફરી તપાસાઈ ત્યારે રિધ્ધિને ૩૧ માર્ક મળતા તે પાસ જાહેર થઈ હતી.
તેણે એવી ભૂલ માટે જીંદગી ગુમાવી છે જે તેણે કરી જ નથી.હવે આ મામલા પર શિક્ષણ મંત્રી અને આવીસ ચાન્સેલર મૌન ધારણ કરીને બેઠા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY