બીજિંગ,તા.૨૬
ચીનના પશ્ચિમ વિભાગમાં સ્થિત ચાંગકિંગ શહેરમાં એક અમાનવીય ઘટના ઘટી હતી. શુક્રવારે શહેરના એક કિન્ડરગાર્ટનમાં એક મહિલા છરી સાથે ઘૂસી આવી હતી અને નાના બાળકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૪ ભુલકાઓ ઇજાગ્રસ્ત થયા હતા.
શહેરની પોલીસે આ મામલે માહિતી આપતા જણાવ્યું કે શહેરમાં સ્થિત શિંશિજી પ્રી-સ્કૂલમાં ૩૯ વર્ષીય મહિલાએ છરી વડે હુમલો કર્યો હતો. ચીનમાં વિતેલા વર્ષો દરમિયાન આ પ્રકારના હુમલાનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. આ પ્રકારના ગુનાઓમાં ખાસ કરીને એવા લોકો સામેલ હોય છે જે માનસિક બીમારીઓથી પીડિતા હોય છે અને સતત કોઇને કોઇ ફરિયાદ કરતા રહેતા હોય છે.
પોલીસના રિપોર્ટ મુજબ આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ રિપોર્ટમાં ઇજા પામેલા બાળકોની કોઇ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી. મહિલાએ હુમલાનો સમય પણ એવો જ નક્કી કર્યો હતો જ્યારે બાળકો ખુલ્લા મેદાનમાં રમી રહ્યા હતા.
આ મામલે તપાસ કરી રહેલી પોલીસે હુમલાનું કારણ જણાવ્યું નથી, પરંતુ પોલીસ પ્રશાસને હુમલામાં બે બાળકોના મોત થયાના સમાચારનું ખંડન કર્યુ હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




