મુંબઈ,તા.૧૯
યશ રાજની રજૂઆતને આરે ઊભેલી ફિલ્મ સુઇ ધાગા-મેડ ઇન ઇન્ડિયા વિશે બોલતાં આ ફિલ્મના નિર્માતા મનીષ શર્માએ કહ્યુ હતું કે આ ફિલ્મની સ્ક્રીપ્ટ મારા હાથમાં આવી ત્યારે હું એટલો બધો પ્રભાવિત થઇ ગયો કે માત્ર દસ મિનિટમાં આ ફિલ્મ કરવાની હા પાડી હતી.
એક નાનકડા નગરમાં વસતા દરજી અને એની નજીક રહેતી તેમજ ભરતગૂંથણ દ્વારા પેટ ભરતી એક યુવતીની કથા આ ફિલ્મમાં છે. બંને રોલ નોન-ગ્લેમરસ હોવા છતાં એ લિસ્ટના કલાકારો વરુણ ધવન અને અનુષ્કા શર્માએ ફિલ્મ કરવાની તૈયારી દાખવી હતી એટલુંજ નહીં, વરુણે તો પોતાના દરજી પાસે પંદર વીસ દિવસ બેસીને સીવણયંત્ર ચલાવવાની તાલીમ સુદ્ધાં લીધી હતી.
અગાઉ મનીષ શર્મા દમ લગા કે હૈશા અને મેરી પ્યારી બિન્દુ જેવી ફિલ્મો આપી ચૂકવ્યા છે. એ બંને ફિલ્મોની જેમ સુઇ ધાગા પણ બિનપરંપરાગત વિષય ધરાવતી ફિલ્મ છે.
મનીષે કહ્યુ કે લેખક ડાયરેક્ટર શરત કટારિયાએ આ સ્ટોરી મને કહી કે તરત માત્ર દસ મિનિટમાં આ ફિલ્મ બનાવવાનું અમારી વચ્ચે નક્કી થઇ ગયું હતું. ગામડાંગામમાં કે નાનકડા નગરમાં પણ લોકો પગભર થવા માટે કેવો પુરુષાર્થ કરે છે એ આ ફિલ્મની કથામાં જાઇ શકાશે. કથાનો પ્રવાહ એવી રીતે વહે છે કે કથાની સાથોસાથ દરેક પાત્રનો વિકાસ પણ દર્શકો જાઇ શકશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




