આજે સુપ્રિમ કોર્ટમાં કાશ્મીરની કલમ ૩૫-એ પર સુનાવણી

0
102

ન્યુ દિલ્હી/શ્રીનગર,તા.૫
ગુપ્તચર વિભાગે ચેતવણી આપી છે કે સોમવારે સુપ્રીમ કોર્ટ જમ્મુ-કાશ્મીરના બંધારણના અનુચ્છેદ-૩૫એ પર કોઈ વિપરીત ચુકાદો આપશે. તો રાજ્ય પોલીસમાં જ બળવો થવાની શક્્યતા છે. આ જાણકારી એક ન્યૂઝ ચેનલે પોતાના અહેવાલમાં સૂત્રોને ટાંકીને આપી છે.
મહત્વપૂર્ણ છે કે અનુચ્છેદ-૩૫એની બંધારણીયતા પર સવાલ ઉઠાવતા તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ અનુચ્છેદમાં જમ્મુ-કાશ્મીરના મૂળ નિવાસિયોની વાત કહેવામા આવી છે અને તેમના અધિકાર પણ નક્કી કરવામાં આવ્યા છે. તેની સાથે જ રાજ્યની બહારના લોકો અહી જમીન કરી શકતા નથી. રાજ્યપાલ એન. એન. વોહરાએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે તેઓ આના પર પંચાયત અને સ્થાનિક નગરનિગમની ચૂંટણીઓ સુધી સુનાવણીને ટાળવામાં આવે.આ ચૂંટણીઓ ઓક્ટોબરમાં યોજાવાની છે. જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજી એસ. પી. વૈદ્યે કહ્યું છે કે સ્થાનિક પોલીસના લોકો પણ આના સંદર્ભે પોતાનો અભિપ્રાય ધરાવે છે.
જા કે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પોલીસમાં કોઈ વિદ્રોહ થવાનો નથી. કારણ કે પોલીસ માટે તેમની ડ્યૂટી પહેલા હોય છે. એસ. પી. વૈદ્યે કહ્યું છે કે પોલીસ અધિકારીઓનો પણ પોતાનો અભિપ્રાય હોય છે. તેઓ જમ્મુ-કાશ્મીરના નિવાસી અને પોલીસ અધિકારી છે. તેમને પોતાના પણ વિચાર છે. પરંતુ ડ્યૂટી જે હશે તેને તેઓ નિભાવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY