ઉત્તરાખંડના ચામોલીમાં વાદળ ફાટ્યુ,આગામી ૪૮ કલાક ભારે વરસાદની આગાહી

0
45

દહેરાદૂન,તા.૫
ચમોલી જિલ્લાના કર્ણપ્રયાગના સૂનાલી ગામમાં, વાદળ ફાટવાને કારણે પાંચ મકાનોને નુકસાન પહોંચ્યુ છે. એક જ પરિવારના ચાર લોકો ઘાયલ થયા છે, જ્યારે અન્ય ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગ ચેતવણી આપી છે કે આગામી ૪૮ કલાક અતિ સંવેદનશીલ છે. આગામી સમયમાં ભારે વરસાદ પડવાની આશંકા છે.
સુનાલી ગામની ઉપર ફેરા ટોકમાં વાદળ ફાટવાની ઘટના બની છે. નાળામાં કાટમાળ પથ્થર આવવાથી પાંચ મકાનોને નુકાસાન થયુ હતુ. જિલ્લા શિક્ષણ અધિકારીએ રાહત બચાવ ટીમને મોકલી દીધી છે. આ ગામમાં ૨૦૧૩થી વાદળ ફાટવાની ઘટના અવારનવાર બનતી રહે છે. જેને લઇ તબાહી મચી ગઇ છે. વરસાદને કારણે ગામ છોડીને લોકો સુરક્ષિત સ્થળો પર ચાલ્યા જાય છે.
રુદ્રાપ્રયાગમાં કેદારનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ ૧૦૭ રૂદ્રપ્રયાગ- ગૌરીકુંડ બાંસવાડની વચ્ચે બંધ છે. ત્યા યમનોત્રી હાઇવે પર ડાબરકોટ, જંગલચટ્ટીની પાસે ભૂસ્ખલન થવાને કારણે ૧૬ દિવસથી બંધ છે.
તીર્થનગરી અને તેની આસપાસના રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે નદી-નહેરો તોફાની બન્યા છે. સાંગ નદીમાં તોફાનને કારણે ત્રણ દિવસથી ગામનો સંપર્ક તૂટી ગયો છે. નદીમાં ભારે પૂરને કારણે ચંદ્રભાગા બસ્તિ, બંગાળી બસ્તી, ચંદેશેશ્વર નગરમાં પૂરનો ખતરો વધી રહ્યો છે. પોલીસે લોકોને સલામત સ્થળે જવાની સલાહ આપી છે.
શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ૧૪ કલાકથી મૂસળધાર વરસાદ પડી રહ્યો છે. દરમિયાન ૫૭.૪૫ મિમી વરસાદ વરસી ચુક્યો છે. રાજ્ય મોસમ વિભાગ અનુસાર ૩૬ કલાકમાં દૂન સહિત ૮ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ચામોલી, પૌરી, તિહરી, રુદ્રપ્રયાગ સિવાય નૈનિતાલ, પિથૌરાગઢ અને ઉધમ સિંહ નગર જિલ્લાઓમાં ભારે વરસાદ આવવાની ચેતવણી આપી છે. સરકારે એસડીઆરએફની ટીમે એલર્ટ રહેવા જણાવ્યુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY