મુંબઈ,તા.૨
ભારતીય રેલવેમાં રોજ કરોડો લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે રેલવે તંત્રને અલગ અલગ પ્રકારના ભેજાગેપ મુસાફરો જાડે પણ કામ પાર પાડવુ પડે છે.
મુંબઈમાં બનેલા આવા જ એક કિસ્સામાં મંગળવરે મસ્જિદ સ્ટેશન પર ટિકિટ વગર મુસાફરી રહેલો શખ્સ ટીસી રામ કાપ્ટેથી બચવા માટે નાસી ગયો હતો પણ પોતાની સાથેની બકરીને ડબ્બામાં જ છોડી ગયો હતો.
આ પ્રકારની સ્થિતિ રેલવે અધિકારીઓ માટે પણ નવી હતી. આખરે હવે આ બકરીને રેલવેની કસ્ટડીમાં રાખવામાં આવી છે અને રેલવેએ ટિકિટના પૈસા વસુલવા માટે બકરીની હરાજી કરવાનુ નક્કી કર્યુ છે.
રેલવે દ્વારા બકરીની કાળજી પણ લેવામાં આવી રહી છે.તેને લગેજ રુમમાં રાખવામાં આવી છે. અધિકારીઓનુ કહેવુ છે કે નિયમ પ્રમાણે બકરીની હરાજી કરવામાં કશું ખોટુ નથી. કારણકે બકરી પર તેના માલિકે દાવો નથી કર્યો. હરાજી માટે ઓછામાં ઓછી બોલી ૩૦૦૦ રુપિયાથી શરુ કરાશે.
અધિકારીએ કહ્યું હતું કે અમે કોઈ ખરીદનારાની રાહ જાઈ રહ્યા છે.અત્યાર સુધી તો કોઈએ તેને ખરીદવા કોઈ આવ્યુ નથી. હરાજીની સમયમર્યાદા ગુરુવાર સુધીની રાખવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



